Go First: 3 અને 4 મેના રોજ ગોફર્સ્ટ એરલાઈન્સ પર ટિકિટ બુક કરાવનારા હવાઈ મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. GoFirst એ 3 અને 4 મેના રોજ ઉડાન ભરવાની શેડ્યૂલ કરેલી ફ્લાઇટ્સ રદ કરી છે. ઓઈલ કંપનીઓના લેણાં ચૂકવવામાં સક્ષમ ન હોવાને કારણે એરલાઈન્સે આ નિર્ણય લીધો છે.
ઈકોનોમિક ટાઈમ્સના રિપોર્ટ અનુસાર એક ઓઈલ માર્કેટિંગ કંપનીના અધિકારીએ જણાવ્યું કે GoFirst કેશ એન્ડ કેરી મોડ પર કામ કરી રહી છે. એટલે કે, એરલાઈન્સે દરરોજ જેટલી ફ્લાઈટ્સ ઉડાવવાની હોય છે તે પ્રમાણે એરલાઈન્સે એર ફ્યુઅલ માટે ચૂકવણી કરવી પડે છે. એરલાઇન્સ સંમત થાય છે કે જો ચુકવણી કરવામાં ન આવે તો વિક્રેતા વ્યવસાય બંધ કરી શકે છે.
કેટલી મોટી છે વિમાન કંપની
ગો ફર્સ્ટ પાસે 31 માર્ચે 30 પ્લેન ગ્રાઉન્ડેડ હતા. કુલ પ્લેનની સંખ્યા 61 છે. તેમાં 56 એ320 નિયો અને 5 પ્લેન એ320 સીઈઓ સામેલ છે. જુલાઈ 2022માં પ્રથમ વખત કંપનીએ સંકટનો સામનો કર્યો હતો. મે 2022માં વિમાન કંપનીએ 1.27 મિલિયન મુસાફરોને યાત્રા કરાવી હતી. નાણાકીય વર્ષ 2022-23માં એરલાઇનને 1800 કરોડ રૂપિયાના ખોટનો અંદાજ છે. તેની પાછળ ગત મહિને એન્જિનના કારણે અનેક વિમાનોની ઉડાન ન ભરવાનું કારણ જવાબદાર છે. ગો ફર્સ્ટની અનેક મહિના સુધી એવિએશન માર્કેટમાં 8-10 ટકા હિસ્સો હતો પરંતુ માર્ચમાં ઘટીને 6.9 ટકા થઈ હતી.
IFFCO એ કરી બંપર કમાણી, કર્યો અત્યાર સુધીનો સૌથી વધુ 3053 કરોડ રૂપિયાનો નફો
રાસાયણિક ખાતરનું ઉત્પાદન કરતી સહકારી સંસ્થા ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ (IFFCO)એ નફો કમાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. IFFCOએ નાણાકીય વર્ષ 2022-2023માં 3,053 કરોડ રૂપિયાનો રેકોર્ડ નફો મેળવ્યો છે, જે 2021-2022માં માત્ર 1,884 કરોડ રૂપિયા હતો. આટલો નફો ટેક્સ ભર્યા પછી કમાયો છે. જ્યારે તેનો ટેક્સ વગરનો નફો 4106.81 કરોડ રૂપિયા રહ્યો છે. કમાણીમાં આટલો ઉછાળો આવવાનું મુખ્ય કારણ નેનો યુરિયા અને સબસિડીમાં વધારાને જવાબદાર ગણવામાં આવે છે. સંસ્થાએ ગયા વર્ષ કરતાં વધુ નેનો ખાતરનું વેચાણ કર્યું છે. નાણાકીય વર્ષ 2022-2023માં તેનું વેચાણ 2.15 કરોડ બોટલથી વધીને 3.27 કરોડ બોટલ થઈ ગયું છે. વધુ બે નેનો ફર્ટિલાઇઝર પ્લાન્ટ કાર્યરત થયા છે. IFFCOની કુલ આવક 2022-2023માં વધીને રૂ. 62,990 કરોડ થઈ છે જે અગાઉના વર્ષમાં રૂ. 41,898 કરોડ હતી. આટલું જ નહીં, IFFCO જૂથ તેના સહયોગીઓ અને સહાયક કંપનીઓ સહિત હવે લગભગ રૂ. 1.05 લાખ કરોડનું થઈ ગયું છે. માત્ર કમાણી જ નહીં, તેના કામને કારણે તે વિશ્વની નંબર-1 સહકારી સંસ્થા પણ બની ગઈ છે. વિશ્વની 300 સહકારી સંસ્થાઓની રેન્કિંગમાં તે ટોચ પર છે.