Go First insolvency: NCLT (નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ) એ સ્વૈચ્છિક નાદારી રિઝોલ્યુશન પ્રક્રિયા શરૂ કરવા માટે GoFirstની અરજી સ્વીકારી છે. NCLT એ CIRP (કોર્પોરેટ ઇન્સોલ્વન્સી રિઝોલ્યુશન પ્રોસેસ) હેઠળ કાર્યવાહી શરૂ કરવા માટે GoFirstની અરજી સ્વીકારી છે. એનસીએલટીએ ગોફર્સ્ટને તેની ઓપરેશનલ અને નાણાકીય જવાબદારીઓનું પાલન કરવાનું ચાલુ રાખવા અને કોઈપણ કર્મચારીની છટણી ન કરવા પણ કહ્યું છે.


કંપનીનું બોર્ડ સસ્પેન્ડ કરવામાં આવ્યું


એનસીએલટીએ તેના નિર્ણયમાં જણાવ્યું હતું કે અમે નાદારીના નિરાકરણની કાર્યવાહી માટે ગો ફર્સ્ટ એરલાઇન્સની અરજી સ્વીકારીએ છીએ. નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ નાદારી જાહેર કરવા સંબંધિત અરજી પર સુનાવણી કરતી વખતે કંપનીના બોર્ડને સસ્પેન્ડ કરી દીધું છે. ચુકાદામાં કહેવામાં આવ્યું છે કે, "અમે અભિલાષ લાલને ઇન્ટરિમ રિઝોલ્યુશન પ્રોફેશનલ (IRP) તરીકે નિયુક્ત કરીએ છીએ."


નિર્ણય મુજબ, સસ્પેન્ડેડ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ IRPને સહકાર આપશે. સસ્પેન્ડ કરાયેલા ડિરેક્ટરોને તાત્કાલિક ખર્ચ માટે 5 કરોડ રૂપિયા જમા કરાવવા પણ કહેવામાં આવ્યું છે. દરમિયાન, એરલાઇન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે ઓપરેશનલ સમસ્યાઓના કારણે 19 મે, 2023 સુધીની તમામ GoFirst ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે.


NCLT બેન્ચે બુધવારે એરલાઇનની નાણાકીય જવાબદારીઓ પર વચગાળાનો સ્ટે માંગતી અરજી પર પણ નિર્ણય લીધો હતો. NCLT એ GoFirstને પટેદાર, ધિરાણકર્તાઓ દ્વારા વસૂલાતથી પણ રક્ષણ આપ્યું છે અને તે સમય માટે તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ગો ફર્સ્ટની લગભગ 11,463 કરોડ રૂપિયાની જવાબદારી છે. વાડિયા ગ્રૂપની કંપનીએ કહ્યું હતું કે તે એરક્રાફ્ટ એન્જિનના પુરવઠાને લગતી સમસ્યાઓને ટાંકીને ફ્લાઇટ્સ ચલાવવામાં અસમર્થ છે.






બીજી તરફ, GoFirstની એરક્રાફ્ટ લીઝિંગ કંપનીઓએ ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA)ને એરલાઇનના એરક્રાફ્ટને ડી-રજીસ્ટર કરવા વિનંતી કરી છે. અત્યાર સુધીમાં 45 એરક્રાફ્ટનું રજીસ્ટ્રેશન રદ કરવાની અપીલ કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે 2 મેના રોજ જ્યારે GoFirst એરક્રાફ્ટનું સંચાલન બંધ કરવામાં આવ્યું ત્યારે કંપનીના કાફલામાં 55 એરક્રાફ્ટ હતા.