Gold Silver Price Today: મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના વાયદાના ભાવ અને આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર દરમાં વધારો જોવા મળી રહ્યો છે. MCX પર, 3 ફેબ્રુઆરી, 2023 માટે સોનાની ફ્યુચર્સ કિંમત આજે સવારે 9.10 વાગ્યે રૂ. 108 અથવા 0.20 ટકા વધીને રૂ. 53868 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહી છે. તે જ સમયે, 3 માર્ચ, 2023 માટે ચાંદીની કિંમત 226 રૂપિયા અથવા 0.35 ટકા વધીને 65640 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાનો હાજર (Gold Price) દર 0.40 ડોલર અથવા 0.02 ટકા વધીને 1771.60 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો છે. ચાંદી (Silver Price) લગભગ સપાટ રહી છે. તેમાં $0.05 નો ખૂબ જ નજીવો વધારો છે અને તે $22.23 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યો છે.
સ્થાનિક બજારમાં હાજર સોનું
મંગળવારે સ્થાનિક બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. સોનું 473 રૂપિયા સસ્તું થયું અને 53,898 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું. તે જ સમયે, ચાંદી રૂ. 1241 ઘટીને રૂ. 65,878 પ્રતિ કિલોગ્રામ પર બંધ રહી હતી. નિષ્ણાંતોનું કહેવું છે કે, યુએસ સર્વિસ સેક્ટર તરફથી અપેક્ષિત કરતાં વધુ સારા ડેટાને કારણે ફેડરલ રિઝર્વ પર વ્યાજદર ઊંચા રાખવાનું દબાણ વધ્યું છે, જેના કારણે જેનાથી સોનાના ભાવમાં વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ગઈ કાલે હાજર સોનું 1770.75 ડૉલર પ્રતિ ઔંસ અને ચાંદી 22.38 ડૉલર પ્રતિ ઔંસના ભાવે વેચાઈ રહી હતી.
ભારતનું વાણિજ્ય મંત્રાલય દાણચોરીને રોકવા માટે સોના પરના આયાત કરમાં ઘટાડો કરી શકે છે. તમને જણાવી દઈએ કે ભારત વિશ્વમાં સોનાનો બીજો સૌથી મોટો વપરાશકાર દેશ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના જણાવ્યા અનુસાર, ટેરિફમાં વધારો થવાને કારણે જુલાઈ-સપ્ટેમ્બર વચ્ચે સોનાની આયાત ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં 23 ટકા ઘટી છે. નાણા મંત્રાલય સોના પર આયાત કર 12.5 ટકાથી ઘટાડીને 10 ટકા કરવા પર વિચાર કરી રહ્યું છે. જો કે, નાણા મંત્રાલય અથવા વાણિજ્ય મંત્રાલય તરફથી આ અંગે કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી.