Gold Silver Price Today: સોનાના ભાવમાં વધારો થવાનો સિલસિલો યથાવત છે. MCX પર, સોનું તેના રેકોર્ડ ઉચ્ચ સ્તરની ખૂબ નજીક ટ્રેડ કરી રહ્યું છે અને 0.19 ટકાના વધારા સાથે 56,768 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર છે. શુક્રવાર, 20 જાન્યુઆરી, 2023 ના રોજ, સોનાની કિંમત 56,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઐતિહાસિક ટોચે પહોંચી હતી.
સોમવારે પણ સોનાના ભાવમાં (Gold Price) વધારો જારી રહ્યો છે. સોનું ₹110 એટલે કે 0.19 ટકાના વધારા સાથે ₹56,768 પર ટ્રેડ કરી રહ્યું છે. આજના કારોબારમાં સોનું રૂ.56,787ની સપાટીએ પહોંચી ગયું હતું. ચાંદીના ભાવમાં (Silver Price) પણ તેજીનો દોર જારી રહ્યો છે. એમસીએક્સ પર ચાંદી ₹126 અથવા 0.18 ટકાના વધારા સાથે ₹68,673 પ્રતિ કિલો પર ટ્રેડ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય બજારોમાં પણ સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. નવેમ્બર 2022 માં, સોનું શરૂઆતમાં $1618 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું, જે હવે $1939 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જોકે હજુ પણ માર્ચ 2022 કરતા ઓછો છે.
પરંતુ સ્થાનિક બજારોમાં સોનાના ભાવમાં જબરદસ્ત વધારો જોવા મળ્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં (International Gold Price) તેજી અને સ્થાનિક માંગને કારણે છેલ્લા 4 મહિનામાં સોનાની કિંમતમાં 7000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધીનો ઉછાળો જોવા મળ્યો છે. વર્ષ 2023ના માત્ર 20 દિવસમાં જ સોનાની કિંમતમાં 2000 રૂપિયાનો ઉછાળો આવ્યો છે. જો યુએસ ફેડરલ રિઝર્વ 1 ફેબ્રુઆરી, 2023 ના રોજ ફરીથી વ્યાજદરમાં વધારો કરે છે, તો સોનું તેની ચમક જાળવી રાખે તેવી અપેક્ષા છે. ચીન કોરોનાને લઈને પ્રતિબંધો પાછા લઈ રહ્યું છે, ત્યારબાદ ચીનમાં સોનાની માંગમાં તેજી જોવા મળી શકે છે, જેના કારણે સોનાની ચમક યથાવત રહી શકે છે. વૈશ્વિક રાજકીય સ્થિતિ, મંદીની ચિંતા, ફુગાવો અને ક્રિપ્ટો એસેટ્સની માંગનો અભાવ સોનાના ભાવમાં વધારો થવાનું કારણ માનવામાં આવે છે.
ભારતમાં લગ્નની સિઝન ચાલી રહી છે, આવી સ્થિતિમાં સોનાની માંગ વધી છે. જાણકારોના મતે સોનાની કિંમત અહીં અટકવાની નથી. 2023માં સોનું 60,000 રૂપિયા પ્રતિ ગ્રામને પણ પાર કરી શકે છે. ગોલ્ડ ફાઇનાન્સ અથવા બેંકોમાંથી ગોલ્ડ લોન (Gold Loan) લેનારાઓને સોનાના ભાવમાં વધારો થવાથી ફાયદો થશે. જે સોનું તેઓ ગીરવે મૂકીને લોન લેશે, તેમને વધુ લોન મળશે.