સોમવારે ઘરેલુ વાયદા બજારમાં સવારના સત્રમાં સોનાના ભાવમાં 1 ટકાનો વધારો થયો હતો. અગાઉ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે MCX પર, સવારે 9:10 વાગ્યે સોનાનો 5 જૂનનો કોન્ટ્રાક્ટ 0.95 ટકા વધીને ₹93,317 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પછી સવારે 10:46 વાગ્યે, સોનાનો ભાવ 0.85 ટકાના વધારા સાથે 93230 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો.  ચાંદીનો ભાવ પણ 0.41 ટકા વધીને 95,712 રૂપિયા પ્રતિ કિલો થયો. સોના અને ચાંદીના ભાવમાં વધઘટ ચાલુ રહે છે.

વૈશ્વિક સ્તરે પણ સોનું મજબૂત છે 

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ ધમકીઓ પર યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટના કોમેન્ટથી સલામત રોકાણની માંગમાં વધારો થતાં વૈશ્વિક સ્તરે સોનાના ભાવમાં પણ વધારો થયો છે.  જોકે, સ્થાનિક સ્તરે જોવામાં આવે તો છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આ સમયગાળા દરમિયાન 24 કેરેટ સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ લગભગ 4000 રૂપિયાનો ઘટાડો થયો છે.

આજે સોનાનો ભાવ લીલા નિશાન પર ખુલ્યો છે. ગયા અઠવાડિયે સોનામાં ઘટાડો થયો હતો પરંતુ અઠવાડિયાના અંતમાં તે વધવા લાગ્યો. નવા અઠવાડિયાના પહેલા દિવસે પણ આ જ ગતિ જોવા મળી રહી છે. ગયા શુક્રવારની સરખામણીમાં આજે સોનાના ભાવમાં 350 રૂપિયાનો વધારો થયો છે. 24  કેરેટ સોનાનો ભાવ 95,600 રૂપિયા અને 22 કેરેટ સોનાનો ભાવ 87,600 રૂપિયા છે. 

ગયા અઠવાડિયે સોનાના ભાવ ઘટ્યા હતા પરંતુ હવે તેમાં વધારો જોવા મળી રહ્યો છે. આનું કારણ એ છે કે વિશ્વભરની પરિસ્થિતિ થોડી શાંત થઈ ગઈ છે. અમેરિકા અને ચીન વચ્ચેનો ટ્રેડ વોર ઓછો થયો છે, જેના કારણે સોનાની માંગમાં થોડો ઘટાડો થયો છે. લોકો હવે સોનામાં રોકાણ કરવાને બદલે શેરબજાર જેવા વિકલ્પો તરફ વળ્યા છે. કારણ કે જ્યારે વાતાવરણ સામાન્ય હોય છે ત્યારે લોકો વધુ જોખમ લેવા તૈયાર હોય છે. રશિયા-યુક્રેન યુદ્ધમાં શાંતિની આશા અને ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો થવાના સમાચારે પણ સોનાની ચમક થોડી ઓછી કરી દીધી છે. 

મિસ્ડ કોલ દ્વારા સોના-ચાંદીના ભાવ તપાસો

તમે મિસ્ડ કોલ દ્વારા પણ સોના અને ચાંદીના ભાવ ચકાસી શકો છો. આ માટે તમારે નીચે આપેલા નંબર 8955664433 પર કૉલ કરવાનો રહેશે. મિસ્ડ કોલ પછી થોડીવારમાં તમને SMS દ્વારા દરો ખબર પડશે. આ ઉપરાંત તમે સત્તાવાર વેબસાઇટ ibjarates.com પર જઈને પણ દરો ચકાસી શકો છો.