રૂપિયાની મજબૂતી સાથે સોનાના ભાવમાં સતત ત્રીજા દિવસે ઘટાડો નોંધાયો છે. એમસીએક્સ પર સતત ત્રીજા દિવસે સોનાના ભાવમાં 10 ગ્રામ પ્રતિ 47,095 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. બીજી બાજુ ચાંદીના ભાવમાં 0.33 ટકાનો ઘટાડો થયો હતો અને તેની કિંમત 63,156 રૂપિયા પ્રતિ કિલો નોંધાઈ હતી. રૂપિયામાં 29 પૈસાની મજબૂતાઈ નોંધાઈ છે. તાજેતરના ઉછાળા સાથે અમેરિકી ડોલર 73ની ઉચ્ચ સપાટીએ બંધ થયો હતો. છેલ્લા 12 અઠવાડિયામાં રૂપિયામાં આ સૌથી મોટો ઉછાળો છે.


ભારતના સોનાના ભાવમાં 10.75 ટકા આયાત ડ્યૂટી અને 3 ટકા જીએસટીનો સમાવેશ થાય છે. ડોલર સામે રૂપિયાની મજબૂતીના કારણે ધાતુના ભાવ નીચે આવે છે. વૈશ્વિક બજારમાં પણ સોનાના દરમાં ઘટાડો થયો છે. હાલમાં સોનું $ 1,1813.93 પ્રતિ ઔંસ નોંધાયું હતું. છેલ્લા ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા બાદ સોનું ઘટતા ડોલર ઇન્ડેક્સ 0.09 ટકા વધ્યો છે. બીજી બાજુ, અન્ય કિંમતી ધાતુઓમાં ચાંદી 23.88 ડોલર પ્રતિ ઔંસ અને પ્લેટિનમ 0.3 ટકા વધીને 1,015.49 ડોલર પર સ્થિર રહી છે.


સોનાના ભાવમાં 0.02 ટકાનો ઘટાડો થયો


ભારતીય બજારમાં ગઈકાલે સોનાના ભાવમાં 0.02 ટકાનો ઘટાડો નોંધાયો હતો. આ અગાઉના સપ્તાહની સરેરાશ 47,485.7ની સરખામણીમાં 0.24 ટકા ઓછો છે. હાલમાં ભારતમાં સોનાની કિંમત 47,095 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. બીજી બાજુ બજારમાં 24 કેરેટ સોનાની કિંમત 47,370 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હોવાનું કહેવાય છે.


વિવિધ રાજ્યોમાં સોનાના ભાવ


દેશની રાજધાની દિલ્હીમાં સોનાની કિંમત 48,670 પ્રતિ દસ ગ્રામ નોંધાઈ હતી. બીજી બાજુ જો આપણે અન્ય શહેરો અને રાજ્યો પર નજર કરીએ તો, કોલકાતામાં 48,600 રૂપિયા, ગુરુગ્રામમાં 48,500, જયપુરમાં 48,585 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયા હતા.


મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ


નોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.