વૈશ્વિક બજારમાં સોના (Gold)માં તેજી ચાલી રહી છે. વિતેલા દિવસે સોનું ત્રણ મહિનાની ઉચ્ચ સપાટીએ પહોંચી ગયું હતું. વિતેલા સપ્તાહે અમેરિકામાં જોબના આંકડા આવ્યા બાદ અ ડોલર નબળો રહેતા ગોલ્ડ ફ્યૂચરમાં તેજી જોવા મળી રહી છે. વ્યાજ દર નીચે રહેવાની સંભાવનાએ પણ સોનાની કિંમતમાં ઉછાળો આવ્યો છે. બીજી બાજુ ભારતમાં કોરોનાની બીજી લહેરમાં મોટી સંખ્યામાં કેસ વધવાને કારણે સોના પર તેની અસર પડી છે. કોરોનાના કહેરને કારણે આર્થિક વિકાસ દરને ફટકો લાગવાને કારણે એક સુરક્ષિત રોકાણ તરીકે લોકો સોનામાં રોકાણ કરી રહ્યા છે. આ જ કારણે તેની કિંમતમાં પણ ઉછાળો આવ્યો ચે.


એમસીએક્સમાં સોનામાં ઉછાળો


મંગળવારે એમસીએક્સમાં સોનું (Gold) 0.38 ટકા એટલે કે 181 રૂપિયા વધીને 47932 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ જ્યારે સિલ્વર (Silver) ફ્યૂચર 0.17 ટકા એટલે કે 119 રૂપિયા વધીને 71425 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. સોમવારે દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનાનો ભાવ 179 રૂપિયાની તેજી સાથે 47452 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યો હતો. આ પહેલાના દિવસે સોનાનો બંધ ભાવ 47273 રૂપિયા હતી. ચાંદી (Silver) પણ 826 રૂપિયાની તેજી સાથે 71541 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ રહી હતી. વિતેલા સત્રમાં તે 70715 રૂપિયા પર બંધ થઈ હતી.


ડોલર નબળો રહેવાને કારણે વૈશ્વિક બજારમાં સોનામાં ચમક


વૈશ્વિક બજારમાં સોના (Gold)નો ભાવ ઉછાળા સાથે 1836 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયો જ્યારે ચાંદી (Silver) 27.65 ડોલર પ્રતિ ઔંસ પર લગભગ સપાટ રહી. ડોલર નબળો રહેવા અને અમેરિકાના બોન્ડ યીલ્ડ ઘટવાને કારણે સોનામાં રોકાણકારોની ખરીદી વધી છે. આ જ કારણ છે તેની કિંમતમાં ઉછાળો જોવા મળ્યો છે. વૈશ્વિક બજારમાં ન્યૂયોર્કમાં ચાંદીનો ભાવ 1.05 ટકાની તેજી સાથે 27.77 ડોલર પ્રતિ ઔંસ પર રહી છે.


હીરો મોટોકોર્પની જાહેરાત, હવે 16 મે સુધી તેના તમામ પ્લાન્ટ્સમાં ઉત્પાદન રહેશે બંધ