દેશની જાણીતી ટૂ-વ્હીલર્સ કંપની હીરો મોટોકોર્પે (Hero Motocorp) પોતોના મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ્સ, ગ્લોબલ પાર્ટ્સ સેન્ટર અને આરએન્ડડી ફેસિલિટીને વધુ એક સપ્તાહ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. કોરોના સંક્રમણને કારણે આ સેન્ટરો પર 16 મે સુધી કોઈ કામ નહીં થાય. કંપનીએ કહ્યં કે, કર્મચારીઓના સ્વાસ્થ્ય અને સુરક્ષાને જોતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણના આ સમયમાં સ્થિતિમાં સુધારો થવા સુધી આ સેન્ટરોમાં કામ નહીં થાય.
કંપનીએ કહ્યું, કર્મચારીઓની સુરક્ષા માટે આ નિર્ણય કર્યો
કંપનીએ કહ્યું કે, તે સ્થિતિ પર નજર રાખી રહી છે. જેવો જ કોરોનાનો પ્રકોપ ઓછો થશે અને સ્થિતિમાં સુધારો આવશે એટલે તરત જ મેન્યુફેક્ચરિંગની શરૂઆત કરવામાં આવશે. સ્થિતિ સુધરતા જ પ્રોડક્શનમાં તેજી લાવશે. હીરો મોટોકોર્પે 22 એપ્રિલથી 1 મે સુધી પોતાના તમામ પ્લાન્ટ્સમાં ઉત્પાદન બંધ કરવાનો નિર્ણય કર્યો હતો. તે અંતર્ગત કેટલીક ઇમરજન્સી સેવાઓને છોડીને પ્રોડક્શન સેન્ટરો અને પ્લાન્ટ્સમાં ઉત્પાદન બંધ કરવામાં આવ્યું હતું. કંપનીએ એ દરમિયાન પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, લોકડાઉનને કારણે માગ પૂરી કરવાની કંપનીની ક્ષમતા પર કોઈ અસર નહીં પડે. કંપનીએ કહ્યું હતું કે, તેના તમામ કોર્પોરેટ કાર્યાલય વર્ક ફ્રોમ હોમ મોડ પર છે.
લોકાડઉનથી ઓટો ઉદ્યોગ પર અસર પડશે
વિતેલા વર્ષથી લાગેલ લોકડાઉન બાદ ઓટો ઉદ્યોગને રિકવરી થવાની આશા હતી, માટે અનેક બ્રાન્ડોએ ઉત્પાદન વધારીને બાજરમાં સારી ગતિ પકડી લીધી હતી. વેચાણમાં પણ સારો ઉછાળો જોવા મળ્યો હતો. પરંતુ કોરોનાની બીજી લહેરને કાબુ કરવામાં માટે લગાવવામાં આવેલ લોકડાઉન આ ઉદ્યોગ માટે ઘણું નુકસાનકારક માનવામાં આવી રહ્યું છે. અનકે રાજ્યમાં લાગેલ લોકડાઉન ભારતીય અર્થવ્યવસ્થામાં ફરીથી ઓટો ઉદ્યોગને અસર કરી શકે છે. કહેવાય છે કે, અનેક રાજ્યોમાં લાગેલ લોકડાઉન ભારતીય અર્થવ્યવસ્થા તરીકે ઓટો ઉદ્યોગને પ્રભાવિત કરી શકે છે.