Gold Price today : સપ્તાહના પ્રથમ દિવસે સોનામાં તેજી જોવા મળી છે. બજાર ખુલતા જ એમસીએક્સ પર સોનામાં તેજી જોવા મળી. સોનું સવારે ખુલ્યા બાદ એમસીએક્સ પર 71 રૂપિયાની તેજી સાથે 44821 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે જાંદી 98 રૂપિયાની તેજી સાથે 66942 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહ્યું હતું. 


સોનાની કિંમતમાં ઉચ્ચ સપાટીથી લગભગ 12000 રૂપિયા જેટોલ ઘટાડો થયો છે જ્યારે ચાંદી 11 હજાર રૂપિયા જેટલી તૂટી છે. જો માત્ર આ વર્ષની વાત કરીએ તો સોનામાં 6000 રૂપિયાનો કડાકો બોલી ગયો છે. 


24 કેરેટ ગોલ્ડના ભાવની વાત કરીએ તો આજે રાજધાની દિલ્હીમાં 10 ગ્રામની કિંમત 48180 રૂપિયા છે. ઉપરાંત ચેન્નઈમાં 46170 રૂપિયા, મુંબઈમાં 44880 રૂપિયા અને કોલકાતામાં 46950 રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે. 


વૈશ્વિક બજારમાં સોનામાં તેજી સાથે કારોબાર થઈ રહ્યો છે. અમેરિકામાં સોનું 0.14 ટકાની તેજી સાથે 1227.22 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યારે ચાંદી 0.09 ટકાની તેજી સાથે 26.02 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ ટ્રેડ થઈ રહી છે. 


દિલ્હી ગોલ્ડ માર્કેટમાં સોનાનો ભાવ શુક્રવાર એટલે કે 12 માર્ચ 2021ના રોજ 291 રૂપિયા તૂટીને 44059 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ રહ્યો હતો. જ્યારે ચાંદી પણ શુક્રવારે 1096 રૂપિયા ઘટીને 65958 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર રહી હતી. 


ભારતમાં લગ્ન સીઝને કારણે સોના ચાંદીની ખરીદી નીકળતા હવે ભાવ વધારે તૂટે તેવી શક્યતા નથી. નિષ્ણાંતોનું કહેવું છે કે, 2021માં સોનાની કિંમતમાં ઉછાળો આવશે. અંદાજ છે કે સોનાની કિંમત આ વર્ષે 63000 રૂપિયાની સપાટીએ પહોંચી જશે. જો આમ થાય તો રોકાણકારોને તગડું વળતર મળી શકે છે.