દિલ્હી માર્કેટમાં સોનાની કિંમતમાં વધારો
અમદાવાદમાં ગુરુવારે સોનાની હાજરમાં કિંમત 49706 રૂપિયા પ્રતિ દસ ગ્રામ રહી જ્યારે ગોલ્ડ ફ્યૂચરની કિંમત 50133 રૂપિયા રહી હતી. દિલ્હી હાજર બજારમાં બુધવારે સોનાની કિંમત 252 રૂપિયા વધીને 49506 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગઈ હતી જ્યારે ચાંદીમાં 933 રૂપિયા ઘટીને 66493 રૂપિયા પ્રતિ કિલો પર આવી ગઈ હતી.
અમેરિકા અને બ્રિટનની અસરથી વૈશ્વિક બજારમાં ઘટાડો
વૈશ્વિક બજારમાં હાજર ગોલ્ડ 1872.60 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. જ્યારે ગોલ્ડ ફ્યૂચર 0.1 ટકા ઘટીને 1877 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. બીજી બાજુ ચાંદી એક ટકા વધીને 25.38 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.19 ટકા ઘટીને 167.53 ટન પર પહોંચી ગયું. મંગળવારે તે 1169.86 ટન હતું.