અમેરિકન ડોલરની રિકવરીની સાથે જ ભારતીય માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે. જોકે રાષ્ટ્રપતિ પદ માટે જો બાઈડનનો રસ્તો બિલકુલ સાફ થયા બાદ આ ઘટાડો થોડો અટક્યો છે. યૂએસ સીનેટમાં ડેમોક્રેટિક પાર્ટીનાં વર્ચસ્વ બાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ખર્ચ કરવાનો બાઈડનનો રસ્તા સાફ થઈ જશે. તેનાથી અમેરિકાની અર્થવ્યવસ્થામાં ગતિ આવશે. તેની સાથે જ મોંઘવારી પણ વધશે. ગોલ્ડને રોકાણકારો મોંઘવારીની સામે રક્ષણ તરીકે માને છે. માટે આવનારા દિવસોમાં તેની કિંમતમાં ઉછાળો આવી શકે છે.

એમસીએક્સમાં ઘટી સોનાની કિંમત

એમસીએક્સમાં સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો આવ્યો છે. સોનું 0.25 ટકા ઘટીને 50775 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું છે. ગઈકાલે સોનું 0.85 ટકા વધ્યું હતું. મંગળવારે તેમાં 1200 રૂપિયા પ્રતિ દસ ગ્રામનો ઘટાડો આવ્યો હતો. ઓગસ્ટમાં સોનાની કિંમત 56 હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી હતી. ચાંદીમાં 0.26 ટકાનો ઘટાડો આવ્યો અને તે 69777 રૂપિયા પ્રતિ કિલો પર રહી છે.

દિલ્હી માર્કેટમાં સોનામાં ઉછાળો

દિલ્હી માર્કેટમાં ગુરુવારે સોનું વધીને 51360 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું હતું. જ્યારે વૈસ્વિક બજારમાં સોનું 0.1 ટકા ઘટીને 1911.32 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચ્યું હતું. વિતેલા સપ્તાહની તુલનામાં તે 0.7 ટકા વધ્યું છે. ત્યારે વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએફ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.4 ટકા ઘટીને 1182.11 ટન પર પહોંચ્યું છે. જ્યારે ચાંદીની કિંમત 0.1 ટકા વધીને 27.12 ડોલર પર પહોંચ્યું.