તહેવારોમાં સોના-ચાંદીના ભાવમાં ઘટાડો, 1 દિવસમાં સૌથી મોટો ઘટાડો
abpasmita.in | 05 Oct 2016 11:07 PM (IST)
નવી દિલ્લીઃ અયુએસ સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ વ્યાજ દરોમાં વધારાના સંકેત મળતા ભારતમાં સોના-ચાંદીની કિમંતમાં મોટો ઘટાડો નોધાયો હતો. આ વર્ષમાં 1 દિવસમાં સૌથી મોટો ઘટાડો છે. બુધાવારે વેપાર દરમિયાન સોનામાં 750 રૂપિયાનો ઘટાડો નોંધાયો હતો. સોનાની કિમતમાં 750 રૂપિયાના ઘટાડા સાથે સોનું પ્રતિ 10 ગ્રામ 30,520 રૂપિયા અને ચાંદીમાં 1750 રૂપિયાનો ઘટાડા સાથે 43,250 પ્રતિ કિલોએ આવી ગયો હતો.