સોનાની કિંમતમાં આઠ દિવસ પછી પહેલી વાર સોનાના ભાવમાં ઘટાડો થયો છે. ઓલ ઈન્ડિયા સરાફા એસોસિએશનના જણાવ્યા અનુસાર, નબળા વૈશ્વિક વલણ વચ્ચે સોમવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ 100 રૂપિયા ઘટીને 83,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થયા હતા.  આનાથી સોનાના ભાવમાં આઠ દિવસથી ચાલી રહેલી તેજી અટકી ગઇ હતી.

અમેરિકન ફેડરલ રિઝર્વ (ફેડ) 2025ની તેની પ્રથમ બેઠક યોજશે અને યુરોપિયન સેન્ટ્રલ બેન્ક (ECB) બુધવાર અને ગુરુવારે વ્યાજ દરો પર નિર્ણય લેશે, જે બુલિયનના ભાવને અસર કરી શકે છે. શુક્રવારે રાષ્ટ્રીય રાજધાનીમાં 99.9 ટકા શુદ્ધતાવાળા સોનાનો ભાવ 200 રૂપિયા વધીને 83,100 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઓલટાઇમ હાઇ પર પહોંચી ગયો.

સોમવારે 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 100 રૂપિયા ઘટીને 82,600 રૂપિયા થયો હતો જે શુક્રવારના બંધ ભાવ 82,700 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો. ઔદ્યોગિક એકમો અને સિક્કા ઉત્પાદકોની નબળી માંગને કારણે ચાંદીનો ભાવ 2,000 રૂપિયા ઘટીને 92,000 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. શુક્રવારે તે 94,000 રૂપિયા પ્રતિ કિલો પર બંધ થયો હતો.

એલકેપી સિક્યોરિટીઝના વાઇસ પ્રેસિડેન્ટ રિસર્ચ એનાલિસ્ટ (કોમોડિટી અને કરન્સી) જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "પ્રોફિટ બુકિંગને કારણે અઠવાડિયાના પહેલા સત્રમાં સોનામાં અસ્થિરતા જોવા મળી હતી. સ્થાનિક બજારમાં MCX પર સોનું મર્યાદિત રેન્જમાં ટ્રેડ થઈ રહ્યું હતું. તેમાં ખરીદદારોએ અમેરિકન ફેડરલ રિઝર્વના વ્યાજ દરના નિર્ણય પહેલા નબળી શરૂઆતનો ફાયદો ઉઠાવ્યો હતો.

સોનું ખરીદતી વખતે આ બાબતોનું ધ્યાન રાખો                                                           જો તમે સોનાના ઘરેણાં ખરીદી રહ્યા છો તો ગુણવત્તાને ક્યારેય અવગણશો નહીં. હોલમાર્ક ચેક કર્યા પછી જ ઘરેણાં ખરીદો, આ સોનાની સરકારી ગેરન્ટી છે. નોંધનીય છે કે ભારતમાં એકમાત્ર એજન્સી જે હોલમાર્ક નક્કી કરે છે તે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સ (BIS) છે. બધા કેરેટના હોલમાર્ક નંબરો અલગ અલગ હોય છે; તમારે તેને જોયા અને સમજ્યા પછી જ સોનું ખરીદવું જોઈએ.                  

Budget 2025: બદલાઇ જશે 'ઇન્કમ ટેક્સ' નું નામ ? નાણામંત્રી નિર્મલા સીતારમણની પાસે પહોંચી ગઇ ચિઠ્ઠી