Gold Price: વૈશ્વિક બજારમાં કિંમતી ધાતુઓના ભાવમાં મજબૂત વલણ અને આભૂષણ વિક્રેતાઓની સતત ખરીદીને કારણે સોનાના ભાવમાં રેકોર્ડ તેજી ચાલુ છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીના સરાફા બજારમાં ગુરુવારે સોનાનો ભાવ 400 રૂપિયાની તેજી સાથે 78,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટી વટાવી ગયો. અખિલ ભારતીય સરાફા સંઘ અનુસાર, સોનામાં સતત બીજા દિવસે પણ રેકોર્ડ તેજી રહી. ગુરુવારે સોનું 400 રૂપિયાની તેજી સાથે 78,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોંચ્યું.

Continues below advertisement


જણાવી દઈએ કે બુધવારે સોનાનો ભાવ 900 રૂપિયાની તેજી સાથે 77,850 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયો હતો. મજબૂત વિદેશી વલણ વચ્ચે ઔદ્યોગિક એકમો અને સિક્કા નિર્માતાઓની મજબૂત માંગને કારણે ચાંદી (Silver Rate) પણ 1,000 રૂપિયા વધીને 94,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. જ્યારે બુધવારે ચાંદીની કિંમત 3000 રૂપિયાની તેજી સાથે 93,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.


આ ઉપરાંત 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું (Gold Rate) પણ 77,900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ હાઈ પર પહોંચ્યું. જ્યારે ગત સત્ર (બુધવાર)માં 99.5 ટકા શુદ્ધતા ધરાવતું સોનું 77,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. વેપારીઓએ કહ્યું કે સ્થાનિક માંગમાં તેજી સાથે મજબૂત વૈશ્વિક વલણથી સોનાની કિંમતોને સમર્થન મળ્યું છે.


આ દરમિયાન, મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX) પર ઓક્ટોબર ડિલિવરી વાળા સોનાના કોન્ટ્રાક્ટની કિંમત 162 રૂપિયા વધીને 75,475 રૂપિયા પ્રતિ 10 ગ્રામ થઈ ગઈ. ડિસેમ્બર ડિલિવરી વાળા ચાંદીના કોન્ટ્રાક્ટની કિંમત 1,034 રૂપિયા વધીને 93,079 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ. બીજી તરફ, આંતરરાષ્ટ્રીય બજારોમાં કોમેક્સ સોનું 0.61 ટકા વધીને 2,701.20 ડોલર પ્રતિ ઔંસ થયું.


નિષ્ણાંતોનું કહેવું છે કે, મુખ્ય પશ્ચિમી કેન્દ્રીય બેંકરોની સરળ નાણાકીય નીતિ અને પશ્ચિમ એશિયામાં વધતા યુદ્ધની ચિંતાઓએ સોનામાં તાજેતરમાં તેજીનું વલણ જોવા મળ્યું છે. અમેરિકી ડોલરમાં નબળાઈ ઉપરાંત, આ બાબતે કિંમતી ધાતુઓને પણ સમર્થન આપ્યું છે. એશિયાઈ વેપારના કલાકો દરમિયાન ચાંદી પણ 2.63 ટકા વધીને 32.86 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. અમેરિકી ડૉલરની વધઘટએ પણ સોનાના બજારના ઉછાળાને ટેકો આપ્યો છે. વર્તમાન સ્થિતિ સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં સોનાના ભાવમાં સતત વધારો થઈ શકે છે.


આ પણ વાંચોઃ


Tax Rule Changes: આવકવેરો, STT, TDS રેટ, આધાર કાર્ડ અંગે 1 ઓક્ટોબર 2024થી આ નિયમો બદલાઈ જશે