Minimum Wage Rate Hike: તહેવારોની સિઝન પહેલાં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા કામદારો માટે ખુશખબરી છે. કેન્દ્ર સરકારે આ ક્ષેત્રમાં કામ કરતા મજૂરો માટે લઘુતમ વેતન દર વધારવાની જાહેરાત કરી છે. આ મજૂરોના જીવનનિર્વાહના વધતા ખર્ચને ધ્યાનમાં રાખીને લઘુતમ વેતન દર વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. 1 ઓક્ટોબર 2024થી આ વધારો લાગુ થશે.


1 ઓક્ટોબરથી લઘુતમ વેતનમાં વધારો


શ્રમ અને રોજગાર મંત્રાલયે આ નિર્ણયની માહિતી આપતાં જણાવ્યું કે કેન્દ્ર સરકાર સાથે જોડાયેલા વિવિધ સંગઠનોમાં બાંધકામ, લોડિંગ અને અનલોડિંગ, વોચ એન્ડ વોર્ડ, સફાઈ, ક્લીનિંગ, હાઉસકીપિંગ, માઇનિંગ, કૃષિ સંબંધિત કામદારોને લઘુતમ વેતન વધારાથી મોટો ફાયદો થશે. નવો લઘુતમ વેતન દર 1 ઓક્ટોબર 2024થી લાગુ થશે. આ પહેલાં એપ્રિલ 2024માં લઘુતમ વેતન વધારવામાં આવ્યું હતું. મંત્રાલયે જણાવ્યું કે વેરિએબલ મોંઘવારી ભથ્થાની સમીક્ષા બાદ લઘુતમ વેતન દરમાં વધારો કરવામાં આવ્યો છે.


લઘુતમ વેતન વધ્યું


લઘુતમ વેતન દરને કુશળ, અકુશળ, અર્ધ કુશળ અને ઉચ્ચ કુશળ તેમજ એ, બી અને સી ભૌગોલિક વિસ્તારોમાં વિભાજિત કરવામાં આવ્યું છે. લઘુતમ વેતન દરમાં વધારા બાદ એરિયા એમાં બાંધકામ, સફાઈ, ક્લીનિંગ, લોડિંગ અને અનલોડિંગમાં કામ કરતા અકુશળ કામદારોનું વેતન 783 રૂપિયા પ્રતિ દિવસ અથવા 20,358 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવ્યું છે. અર્ધ કુશળ કામદારો માટે 868 રૂપિયા પ્રતિ દિવસ અથવા 22,658 રૂપિયા પ્રતિ માસ અને કુશળ, ક્લેરિકલ અને હથિયાર વગરના વોચ એન્ડ વોર્ડ માટે 954 રૂપિયા પ્રતિ દિવસ અથવા 24,804 રૂપિયા પ્રતિ માસ લઘુતમ વેતન કરી દેવામાં આવ્યું છે. જે કામદારો અત્યંત કુશળ છે અને હથિયારધારી વોચ એન્ડ વોર્ડ માટે લઘુતમ વેતન વધારીને 1035 રૂપિયા પ્રતિ દિવસ અથવા 26,910 રૂપિયા કરી દેવામાં આવ્યું છે.


વર્ષમાં બે વાર સમીક્ષા


કેન્દ્ર સરકાર વર્ષમાં ઔદ્યોગિક કામદારોના ગ્રાહક ભાવ સૂચકાંકમાં વધારા બાદ વર્ષમાં બે વાર વેરિએબલ મોંઘવારી ભથ્થાની સમીક્ષા કરે છે જે 1 એપ્રિલ અને 1 ઓક્ટોબરથી લાગુ કરવામાં આવે છે.


આ પહેલા દિલ્હીના નવા સીએમ આતિશીએ લઘુત્તમ વેતન વધારીને રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રમાં કામ કરતા કામદારોને મોટી ભેટ આપી હતી. AAP સરકાર દ્વારા જાહેર કરાયેલા નવા દરો 1 ઓક્ટોબરથી દિલ્હીમાં લાગુ થશે. 25 સપ્ટેમ્બરે લઘુત્તમ વેતનમાં વધારાની જાહેરાત કરતા સીએમ આતિશીએ કહ્યું હતું કે દિલ્હીમાં અકુશળ કામદારોનું લઘુત્તમ વેતન 18,066 રૂપિયા પ્રતિ માસ, અર્ધ-કુશળ કામદારોનું લઘુત્તમ વેતન 19,929 રૂપિયા અને કુશળ કામદારોનું લઘુત્તમ વેતન 21,917 રૂપિયા હશે. .


આ પણ વાંચોઃ


Tax Rule Changes: આવકવેરો, STT, TDS રેટ, આધાર કાર્ડ અંગે 1 ઓક્ટોબર 2024થી આ નિયમો બદલાઈ જશે