Gold Price Today: સોનાના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. ઓલ ઈન્ડિયા બુલિયન એસોસિએશનના જણાવ્યા અનુસાર, જ્વેલર્સની ખરીદીને કારણે બુધવારે રાષ્ટ્રીય રાજધાનીમાં સોનાના ભાવ 250 રૂપિયા વધીને 78,900 પ્રતિ 10 ગ્રામ થયા હતા. આ સોનાની નવી ઓલ ટાઈમ હાઈ છે. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનાની કિંમત  78,650 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ હતી.


ચાંદીના ભાવમાં ઉછાળો જોવા મળ્યો હતો. સિક્કા ઉત્પાદકોની ઔદ્યોગિક માંગમાં વધારો થવાને કારણે ચાંદીના ભાવ 1,000 રૂપિયા વધીને 93,500 રૂપિયા પ્રતિ કિલો થયો હતો. મંગળવારે ચાંદી 92,500 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી. 99.5 ટકા શુદ્ધ સોનાની કિંમત 250 રૂપિયા વધીને 78,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી હતી જ્યારે તેનો અગાઉનો બંધ ભાવ 78,250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતો.


સોનાના ભાવ કેમ વધી રહ્યા છે?


વેપારીઓનું કહેવું છે કે સ્થાનિક જ્વેલર્સ તરફથી સોનાની જોરદાર માંગ છે. તેનું કારણ લગ્નની સાથે તહેવારોની સીઝન છે.  વધુમાં ઇક્વિટી બજારોમાં ઘટાડો થયો છે જેના કારણે રોકાણકારો સોના તરફ વળ્યા છે કારણ કે તે સૌથી સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે.


LKP સિક્યોરિટીઝના કોમોડિટી અને કરન્સીના વીપી રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ જણાવ્યું હતું કે, "એમસીએક્સમાં વૃદ્ધિ સાથે સોનાના ભાવ ઉંચા રહ્યા હતા જ્યારે કોમેક્સ સોનું 2,675 ડોલરથી ઉપર ટ્રેડ થયું હતું. વેપારીઓને આશા છે કે ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઘટાડો કરશે.


ત્રિવેદી કહે છે કે આના કારણે સોનાના ભાવમાં વધારો થવાની ધારણા છે, કારણ કે વ્યાજદરમાં ઘટાડાથી રોકાણકારો સોના તરફ વળવા લાગે છે. સપ્ટેમ્બરમાં વિક્રમી ઊંચી સપાટીએ પહોંચ્યા પછી સોનું થોડું સ્થિર થયું હતું, કારણ કે વેપારીઓનું માનવું હતું કે યુએસ સેન્ટ્રલ બેન્ક વ્યાજદરમાં ઘટાડો કરવાની ગતિ ધીમી કરી શકે છે.


વેપારીઓ નથી કરી રહ્યા કોઇ ઉતાવળ


જોકે, વેપારીઓએ હજુ પણ કંઈક અંશે સાવચેતીનો અભિગમ અપનાવ્યો છે. "યુએસ ફેડરલ રિઝર્વના અધિકારીઓની મિશ્ર ટિપ્પણીઓએ વેપારીઓને ચિંતિત કર્યા છે.                                                 


Waaree Energies IPO: વારી એનર્જી બની શકે છે બીજો “બજાજ હાઉસિંગ”, ડબલ કમાણીના સંકેત