Gold price Today: આજે એમસીએક્સ પર સોનાની કિંમત 85,715 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ઘટાડા સાથે ખુલી છે. પરંતુ, ટ્રેડિંગ શરૂ થયાના થોડા સમય બાદ સોનાની કિંમત 85,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામની ઇન્ટ્રાડે લોએ પહોંચી હતી. જો કે, કિંમતો સુધરી અને રૂ. 85,890ની ઇન્ટ્રા-ડે હાઈ પર પહોંચી ગઈ. જો કે, આ નબળી શરૂઆત છતાં, એમસીએક્સ પર સોનાના ભાવ સતત 7મા સપ્તાહે ઊંચા સ્તરે બંધ રહેવાની તૈયારીમાં છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2020માં કોરોના દરમિયાન સોનાના ભાવમાં આવેલી તેજી પછી આ સૌથી લાંબી તેજી હશે. 4 એપ્રિલે ડિલિવરી માટે સોનું 0.26 ટકા ઘટીને 85,800 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
બુલિયન માર્કેટમાં સોનાની કિંમત નવી ટોચે પહોંચી છે
ગુરુવારે રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં સોનાના ભાવમાં મામૂલી વધારો નોંધાયો હતો. પરંતુ આટલો નજીવો વધારો થયો હોવા છતાં, સોનાની કિંમતે ફરી એકવાર નવો રેકોર્ડ બનાવ્યો અને ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચી. ગુરુવારે, દિલ્હીમાં 99.9 ટકા શુદ્ધતાના સોનાની કિંમત રૂ. 50 વધીને રૂ. 89,450 પ્રતિ 10 ગ્રામના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે. આ સાથે 99.5 ટકા શુદ્ધતાનું સોનું પણ 50 રૂપિયા વધીને 89,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ સ્તરે પહોંચી ગયું છે. બુધવારે 99.9 ટકા શુદ્ધતાનું સોનું 89,400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
સોનાના ભાવમાં આટલો વધારો કેમ ?
એચડીએફસી સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, "ગુરુવારે સોનું નવા રેકોર્ડ ઊંચાઈએ પહોંચ્યું હતું કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ પોલિસી અંગેના સમાચારને કારણે સોનાની માંગ વધી હતી." ગાંધીએ જણાવ્યું હતું કે, "આ સમાચારે બજારમાં આ ડરને વધુ વધાર્યો છે કે ટ્રમ્પની નીતિ વૈશ્વિક વેપાર યુદ્ધને જન્મ આપી શકે છે, જે સુરક્ષિત રોકાણ તરીકે સોનાના ભાવમાં વધારો કરશે."
તમારા શહેરની સોનાની કિંમત જાણવા માટે આ નંબર પર કોલ કરો
તમે ઘરે બેઠા પણ સોનાની કિંમત ચેક કરી શકો છો. ઈન્ડિયન બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર, તમે 8955664433 નંબર પર મિસ્ડ કોલ આપીને કિંમત જાણી શકો છો. તમારો મેસેજ એ જ નંબર પર આવશે જે નંબર પરથી તમે મેસેજ કરશો. આ રીતે તમે ઘરે બેઠા જ જાણી શકશો સોનાના લેટેસ્ટ રેટ.
8th Pay Commission: કેંદ્રીય કર્મચારીઓના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ક્યાં લેવલ પર કેટલો વધશે પગાર