Gold Price today: કોરોના મહામારીનો કહેર વધવાની સાથે રોકાણાકરો ફરી એક વખત સોના તરફ વળ્યા છે. ગુરુવારે 15 એપ્રિલે સોનું (gold price today) મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર 194 રૂપિયાની તેજી સાથે 46802 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું. જ્યારે ચાંદી  (Silver) 260 રૂપિયાની તેજી સાથે 67898 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી હતી.


સોનાની કિંમતમાં તેજી (Rise in gold prices)


બુધવારે આંબેડકર જયંતીને કારણે ગોલ્ડ માર્કેટ બંધ હતા. એવામાં મંગળારે એમસીએક્સ પર 46964 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર સોનું બંધ રહ્યું હતું. 24 કેરેટ શુદ્ધ સોનાની વાત કરીએ તો દિલ્હીમાં તેની કિંમત 49860 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે ચેન્નઈમાં 24 કેરે સોનાની કિંમત 47690 રૂપાય પ્રતિ દસ ગ્રામ પર બંધ થઈ તો મુંબઈમાં 45750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થઈ રહી. કોલકાતામાં તેની કિંમત 48550 રૂપિયા પ્રતિ 10 ગ્રામ રહી.


ફરીથી સોનામાં વધ્યો વિશ્વાસ


કોરોના મહામારી ફરી એક વખત સમગ્ર વિશ્વને પોતાની પકડમાં લઈ રહી છે. કોરોનાની બીજી લહેરમાં સતત કેસ વધી રહ્યા ત્યારે રોકાણકારો ફરી સુરક્ષિત રોકાણ તરીકે સોના તરફ વળ્યા છે. જેના કારણે સોના અને ચાંદીમાં સતત તેજી જોવા મળી રહી છે. બજારના જાણકારોનું કહેવું છે કે, વિતેલા એક સપ્તાહમાં જે રીતે ટ્રેન્ડ ચાલી રહ્યો છે એ પ્રમાણે ટૂંકમાં જ સોનું 50 હજાર રૂપિયા સુધી જઈ શકે છે.


સોનાની આયાત રેકોર્ડ સપાટીએ


માર્ચમાં દેશમાં સોનાની આયાત 160 ટનની રેકોર્ડ સપાટીએ પહોંચી ગઈ હતી. વિતેલા વર્ષની સામે તેમાં 471 ટકાનો ઉછાળો આવ્યો છે. સોનાની કિંમતમાં ઘટાડો અને એક્સાઈઝ ડ્યૂટીમાં ઘટાડાથી રીટેલ ગ્રાહકો અને જ્વેલરી બનાવનારા વેપારીઓ સોના તરફ વળ્યા છે. જાન્યુઆરી, માર્ચ ક્વાર્ટરમાં સોનાની આયાત 321 ટન રહ્યું, જે વર્ષ પહેલા 124 ટન હતું. કિંમતના આધારે માર્ચમાં આયાત લગભગ પહેલાના 1.23 અબજ ડોલરની તુલનામાં 8.4 અબજ ડોલર પર પહોંચી ગઈ.