દેશમાં વધતા કોરોના કેસથી બચવા માટે જ્યાં સરકાર લોકોને પ્રોત્સાહિત કરવા માટે અલગ અલગ રીત અપનાવી રહી છે ત્યારે આ જ ક્રમમાં એક બેંક પણ જોડાઈ ગઈ છે. લોકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવા માટે Central Bank of India (Central Bank of India)એ એક ખાસ યોજના શરૂ કરી છે. આ યોજનાનું નામ ઇમ્યૂન ઇન્ડિયા ડિપોઝિટવ સ્કીમ (Immune India Deposit Scheme) રાખ્યું છે જેમાં ફિક્સ્ડ ડિપોઝિટ કરાવવા પર હાલના રેટ (interest rate) કરતાં વધારે 0.25 ટકા વ્યાજનો લાભ મળશે. બેંકે તેની જાણકારી ટ્વીટ કરીને આપી છે.


સેન્ટ્રલ બેંકે કર્યું ટ્વીટ


બેંકે ટ્વીટ કરીને કહ્યું કે, આ સ્કીમમાં મેચ્યોરિટી ગાળો 1111 દિવસનો છે અને આ સ્કીમ મર્યાદિત સમય માટે લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમ અંતર્ગત રસી લેનાર સીનિયર સિટીઝનને ડિપોઝિટ કરાવવા પર 0.50% વધારે વ્યાજ મળશે. બેંકનું કહેવું છે કે, વધુમાં વધુ લોકો રસી લે તેના માટે પ્રોત્સાહિત કરવા માટે આ સ્કીમ લોન્ચ કરવામાં આવી છે. આ સ્કીમનો લાભ માત્ર રસી લેનાર લોકોને જ મળશે. જેમણે રસી નથી લીધી તેને આ સ્કીમનો લાભ નહીં મળે. જ્યારે Central Bank of India હાલમાં 7 દિવસથી લઈને 10 વર્ષ સુધીની ફિક્સ્ડ ડિપોઝિટની સુવિધા ઉપલબ્ધ કરાવી રહી છે. તે અંતર્ગત બેંક 2.75 ટકાથી લઈને 5.1 ટકા સુધીનું વ્યાજ આપે છે.


Central Bank of Indiaએ 8 જાન્યુઆરી 2021થી શરૂ કરી યોજના



  • 7 -14 દિવસ માટે 2.75% વ્યાજ દર

  • 15 - 30 દિવસ માટે 2.90% વ્યાજ દર

  • 31 - 45 દિવસ માટે  2.90% વ્યાજ દર

  • 46 - 59 દિવસ માટે 3.25% વ્યાજ દર

  • 60 - 90 દિવસ માટે 3.25% વ્યાજ દર

  • 91 - 179 દિવસ માટે 3.90% વ્યાજ દર

  • 180 - 270 દિવસ માટે 4.25% વ્યાજ દર

  • 271 - 364 દિવસ માટે 4.25% વ્યાજ દર

  • 1 વર્ષથી ઓછા 2 વર્ષ માટે 4.90% વ્યાજ દર

  • 2 વર્ષથી ઓછા 3 વર્ષ માટે 5.00% વ્યાજ દર

  • 3 વર્ષથી ઓછા 5 વર્ષ માટે 5.10% વ્યાજ દર

  • 5 વર્ષ અને 10 વર્ષથી ઉપર 5.10% વ્યાજ દર


ભારતમાં કોરોનાના આંકડા


દેશમાં કોરોના વાયરસની બીજી લહેર કહેર (Coronavirus Second Wave) બનીને તૂટી છે. જે સ્પીડ સાથે દેશમાં કોરોનાના આંકડા વધી રહ્યા છે તેના પરથી લાગે છે કે થોડા જ દિવસોમાં કોરોનાના દૈનિક કેસની (Corona Cases in India) સંખ્યા બે લાખને પાર થઈ જશે. છેલ્લા 24 કલાકના આંકડાના વાત કરીએ તો 1.84 લાખથી વધારે નવા કેસ આવ્યા છે અને એક હજારથી વધુ લોકોના મોત થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 1,84,372 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 1027 લોકોના મોત થયા છે. જોકે 82,339 લોકો ઠીક પણ થયા છે.