એન્જલ બ્રોકિંગના ડેપ્યુટી વાઇસ પ્રેસિડેન્ટ અને કોમોડિટી બજારના જાણકાર અનુજ ગુપ્તાએ જણાવ્યું કે, કોરોના મહામારીના કારણે ફરીથી રોકાણકારો હાલ સુરક્ષિત સાધન તરફ વળી રહ્યા છે. જેના કારણે ભાવને ટેકો મળી રહ્યો છે. ગુપ્તાએ કહ્યું કે, વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં મંદીની આશંકા બની છે, જેનાથી સોનામાં રોકાણકારોની માંગ બની રહી શકે છે. આ ઉપરાંત આગળ જતાં ભાવમાં નવી ઊંચાઈ પણ જોવા મળી શકે છે.
કોમોડિટી બજારના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, અમેરિકન કેન્દ્રીય બેંક ફેડરલ રિઝર્વ સહિત વિશ્વના અન્ય દેશોની બેંકોએ કોરોના કાળમાં નીતિગત વ્યાજદરોમાં ઘટાડો કર્યો છે. જેનો હેતુ મહામારીના કારણે મળી રહેલા આર્થિક પડકારોથી અર્થવ્યવસ્થાને બચાવવાનો છે. વ્યાજદરમાં થયેલા ઘટાડાથી મોંઘી ધાતુ પ્રત્યે રોકાણનું વલણ વધ્યું છે અને આગળ પણ બુલિયનને તેનો સપોર્ટ ચાલુ રહેશે.
બજાર નિષ્ણાતોના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે સોનાનો 10 ગ્રામનો ભાવ 53,000 સુધી પહોંચી શકે છે.