Gold Price Today:  8 જુલાઈના રોજ સોનાના ભાવમાં ઘટાડો થયો હતો. ચેન્નાઈમાં 10 ગ્રામ સોનાનો ભાવ 74,390 રૂપિયા પર પહોંચી ગયો છે. દેશના મોટાભાગના શહેરોમાં 10 ગ્રામ સોનાની કિંમત 73,000 રૂપિયાની ઉપર ટ્રેડ થઈ રહી છે. રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 73,940 રૂપિયા અને મુંબઈમાં 10 ગ્રામની કિંમત 73,790 રૂપિયા છે. એક કિલો ચાંદીની કિંમત 94,700 રૂપિયા છે. ચાલો જાણીએ દેશના 12 મોટા શહેરોમાં 22 કેરેટ અને 24 કેરેટ સોનાની  કિંમત શું છે.

મુંબઈમાં 22 કેરેટ સોનાની કિંમત 67,640 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે, જ્યારે 24 કેરેટ સોનાની કિંમત 73,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત અંદાજે 67,790 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. જ્યારે 24 કેરેટ સોનાની કિંમત અંદાજે 73,940 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

અમદાવાદમાં 22 કેરેટ સોનાની  કિંમત 67,690 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે. 24 કેરેટ સોનાની કિંમત 73,840 રૂપિયા પ્રતિ 10 ગ્રામ છે.

શહેર 22 કેરેટ સોનાનો ભાવ 24 કેરેટ સોનાનો ભાવ
ચેન્નઈ 68190 74390
કોલકાતા 67640 73790
ગુરુગ્રામ 67790 73940
લખનઉ 67790 73940
બેંગ્લુરુ 67640 73790
જયપુર 67790 73790
પટના  67690 73840
ભુવનેશ્વર 67640 73790
હૈદરાબાદ 67640 73790

વિશ્લેષકો માને છે કે સોનું ટૂંક સમયમાં તેની ઓલ ટાઈમ હાઈ લેવલ પાર કરી શકે છે. સોનું ઓલ ટાઈમ હાઈ  $2,450 પ્રતિ ઔંસ છે, જે તેણે આ વર્ષે હાંસલ કર્યું છે.

પીળી ધાતુ માટે સ્થિતિ અનુકૂળ જણાય છે. ફેડરલ રિઝર્વે પણ સોના માટે સકારાત્મક માહોલ તૈયાર કર્યો છે. અમેરિકાની સેન્ટ્રલ બેંક, ફેડરલ રિઝર્વ સપ્ટેમ્બરમાં વ્યાજદરમાં ઘટાડો કરશે તેવી અપેક્ષા મજબૂત બની છે, જે કિંમતી ધાતુઓને મદદ કરી રહી છે.

જો વિશ્લેષકોનો અંદાજ સાચો નીકળે અને સોનું આંતરરાષ્ટ્રીય બજારમાં ઓલ ટાઈમ હાઈ પર પહોંચે તો તેની અસર સ્થાનિક બજારમાં પણ જોવા મળશે. મતલબ કે આગામી દિવસોમાં સોનું મોંઘુ થઈ શકે છે. 

દેશમાં આ સપ્તાહે સોનાના ભાવમાં 800 રુપિયાનો વધારો થયો છે. સોનાના ભાવમાં સતત વધઘટ જોવા મળી હતી.  6 જુલાઈએ સોનામાં રૂપિયા 710નો  ઉછાળો જોવા મળ્યો હતો.  જુલાઈની શરૂઆતમાં ચાંદીની ચમકમાં ફરી ઉછાળો આવ્યો છે. જેમાં એક જ ઝટકામાં ચાંદી લગભગ 5,000ની સપાટી કૂદાવી ગઈ હતી. તેથી ચાંદીમાં ભાવ વધારાથી હવે ગ્રાહકોને આંચકો લાગ્યો હતો. તો સોનામાં આ સપ્તાહમાં ઉતાર ચઢાવ જોવા મળ્યો હતો.

જૂન મહિનામાં પણ ચાંદીએ પોતાની લય ગુમાવી નહોતી. પરંતુ જુલાઇમાં ચાંદીમાં જોરદાર ઉછાળો આવ્યો હતો. 1 જુલાઈએ ચાંદીના ભાવમાં 200 રૂપિયા, 2 જુલાઈએ 800 રૂપિયા, 3 જુલાઈએ 500 રૂપિયા અને 4 જુલાઈએ 1500 રૂપિયા વધ્યા હતા.