Stock Market Opening: ભારતીય શેરબજારની શરૂઆત સામાન્ય રહી હતી.  બજાર ખુલતાની સાથે જ BSE સેન્સેક્સ 100 પોઈન્ટ નીચે ગયો હતો, જ્યારે NSE નિફ્ટી સંપૂર્ણપણે ફ્લેટ ખુલ્યો હતો અને 24300 ની નીચે સરકી ગયો હતો.


બજારની શરૂઆત કેવી રહી ?


BSE સેન્સેક્સ 81.60 પોઈન્ટ અથવા 0.10 ટકા ઘટીને 79,915 ના સ્તર પર ખુલ્યો. NSEનો નિફ્ટી માત્ર 5.60 પોઈન્ટના વધારા સાથે 24,329 પર ખુલ્યો હતો. આ રીતે બજારની સામાન્ય શરૂઆત થઈ છે.


બેંક નિફ્ટીમાં શરૂઆતથી જ ઘટાડો જોવા મળ્યો છે


બેન્ક નિફ્ટી ઘટીને ખુલ્યો અને બજાર ખુલ્યા પછી તરત જ 52,321 ની નીચી સપાટી બનાવી. જો કે તેમાં જોરદાર વધઘટ જોવા મળી રહી છે જેના કારણે તે 52,656ની ટોચે પહોંચી ગયો છે. બેન્ક નિફ્ટીના 12માંથી 9 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે જ્યારે 3 શેર ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યા છે.


BSE નું માર્કેટ કેપિટલાઇઝેશન 


BSEનું માર્કેટ કેપિટલાઇઝેશન પહેલેથી જ રૂ. 450 લાખ કરોડના સીમાચિહ્નને પાર કરી ચૂક્યું હતું અને આજે તે રૂ. 451.30 લાખ કરોડ પર આવી ગયું છે. હાલમાં, BSE પર 3329 શેરનો વેપાર થઈ રહ્યો છે, જેમાંથી 1920 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. 1266 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે અને 143 શેરોમાં કોઈ ફેરફાર વગર કારોબાર થઈ રહ્યો છે.170 શેરમાં અપર સર્કિટ અને 91 શેરમાં લોઅર સર્કિટ છે. 240 શેર તેમની 52-વિકની ઊંચી સપાટીએ છે જ્યારે 17 શેર તેમની 52-વિકની નીચી સપાટીએ છે.


સેન્સેક્સ શેરોની સ્થિતિ


સેન્સેક્સના 30 શેરોમાંથી 16 શેરમાં ઘટાડો અને 14 શેરમાં વધારો જોવા મળી રહ્યો છે. વધતા શેરોમાં, ટાટા મોટર્સ 2.03 ટકા અને ટેક મહિન્દ્રા 0.52 ટકા ઉપર છે. SBI અને ICICI બેંકમાં 0.34 ટકાનો ઉછાળો છે. M&M 0.33 ટકા અને ઇન્ફોસિસ 0.25 ટકા ઉપર છે.


નિફ્ટી શેર અપડેટ 


નિફ્ટીના 50 શેરોમાંથી 30 શેરોમાં ઘટાડો છે અને 19 શેરો તેજીમાં છે જ્યારે 1 શેર કોઈપણ ફેરફાર વગર ટ્રેડ થઈ રહ્યો છે. ટાટા મોટર્સ, હીરો મોટોકોર્પ, વિપ્રો, M&M અને ટેક મહિન્દ્રાના શેર્સ ટોપ ગેઇનર્સમાં મોખરે છે. ઘટતા શેરોમાં ટાઇટન, શ્રીરામ ફાઇનાન્સ, ડીવીની લેબ્સ, અદાણી પોર્ટ્સ અને એશિયન પેઇન્ટ્સના શેરનો સમાવેશ થાય છે.


Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial