Gold Price All Time High: ધનતેરસ છોડો, સોનાના ભાવે આજે જ રેકોર્ડ બનાવી દીધો છે. આ તરફ તમે સોનું સસ્તું થવાની રાહ જોઈ રહ્યા હતા ત્યાં સોનાએ પોતાનો અસલી રંગ બતાવી દીધો છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, ગુરુવાર, 17 ઓક્ટોબરે દિલ્હીમાં સોનાના ભાવમાં ₹450નો વધારો થયો, જેનાથી સોનાનો ભાવ ₹79,350 પ્રતિ 10 ગ્રામના એક વધુ નવા રેકોર્ડ પર પહોંચી ગયો. ઓલ ઇન્ડિયા સરાફા એસોસિએશને જણાવ્યું કે આ તેજી એટલા માટે આવી કારણ કે જ્વેલર્સ સતત સોનાની ખરીદી કરી રહ્યા છે.


99.9 ટકા શુદ્ધતા વાળું સોનું ગત સત્રમાં ₹78,900 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. સતત બીજા દિવસની રેલી સાથે, 99.5 ટકા શુદ્ધતા વાળા સોનાનો ભાવ ₹450 વધીને ₹78,950 પ્રતિ 10 ગ્રામ થઈ ગયો, જે એક વધુ નવો ઓલ ટાઈમ હાઈ છે. આ પહેલા ₹78,500 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.


જોકે, ચાંદીનો ભાવ ₹93,500 પ્રતિ કિલોગ્રામ પર સ્થિર છે.


મલ્ટી કમોડિટી એક્સચેન્જ (MCX)માં ડિસેમ્બર ડિલિવરી માટે સોનાના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટનો ભાવ ₹77,019 પ્રતિ 10 ગ્રામના રેકોર્ડ હાઈ પર પહોંચી ગયો.


જોકે, ડિસેમ્બર ડિલિવરી માટે ચાંદીના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટમાં ₹181 અથવા 0.2 ટકાનો ઘટાડો આવ્યો અને તે ₹92,002 પ્રતિ કિલોગ્રામ પર આવી ગયું છે.


નિષ્ણાંતોનું કહેવું છે કે, નબળી અમેરિકન બોન્ડ યીલ્ડ અને મુખ્ય કેન્દ્રીય બેંકો દ્વારા વ્યાજ દરમાં કાપની અપેક્ષાઓએ સોનાને રેકોર્ડ ઊંચાઈ તરફ ધકેલ્યું છે, આની સાથે જ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષે સુરક્ષિત રોકાણની માંગને વધારી દીધી છે.


મિસ્ડ કોલ કરીને જાણો સોના-ચાંદીની કિંમત


ibja કેન્દ્ર સરકારની રજાઓ અને શનિવાર અને રવિવારના દિવસે દરો જાહેર કરતું નથી. જો તમે 22 કેરેટ અને 18 કેરેટ સોનાના દાગીનાના રેટ જાણવા માંગતા હો, તો તમે 8955664433 પર મિસ્ડ કોલ કરી શકો છો. મિસ્ટ કોલ પછી તરત જ એસએમએસ દ્વારા દરો પ્રાપ્ત થાય છે. સોના કે ચાંદીના દર જાણવા માટે, તમે www.ibja.co અથવા ibjarates.com પર પણ જઈ શકો છો.


આ પણ વાંચોઃ


ઓટો-એફએમસીજી અને મિડકેપ શેરમાં કડાકાને પગલે શેરબજારમાં હાહાકાર, રોકાણકારોને 6 લાખ કરોડ રૂપિયાનું નુકસાન


તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા