આજે ફરી સોનાની કિંમતમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. મંગળવાર, 15 એપ્રિલે સોનાની કિંમતમાં 250 રૂપિયાનો ઘટાડો થયો છે. દેશના મોટાભાગના શહેરોમાં સોનું રૂ. 95,500ની આસપાસ ટ્રેડ થઈ રહ્યું છે. ચાંદીની કિંમત 99,800 રૂપિયા છે. આજે 15 એપ્રિલ 2025 મંગળવારના રોજ સોના અને ચાંદીના ભાવ અહીં જાણો.

મંગળવાર, 15 એપ્રિલ, 2025 ના રોજ, ચાંદીનો ભાવ રૂ. 99,800 હતો. ગઈકાલની સરખામણીમાં આજે ચાંદીના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો થયો છે.

મંગળવાર, 15 એપ્રિલ, 2025 ના રોજ, દિલ્હીમાં 22 કેરેટ સોનાની કિંમત 87,690 રૂપિયા અને 24 કેરેટ સોનાની કિંમત 95,6500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી. મુંબઈમાં 22 કેરેટ સોનું 87,540 રૂપિયા અને 24 કેરેટ સોનું 95,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.

બુલિયન માર્કેટ દ્વારા આજે મંગળવારે જાહેર કરાયેલા સોના અને ચાંદીના ભાવ (Gold Silver Price Today) આજે  15 એપ્રિલ, 2025ના રોજ 22 કેરેટ સોનાનો ભાવ  રૂ. 87,350, 24 કેરેટનો ભાવ રૂ. 95, 330 અને 18 ગ્રામ સોનાનો ભાવ રૂ.71, 470 રુપિયા ટ્રેડ થઈ રહ્યો છે. 1 કિલો ચાંદીનો ભાવ  રૂ. 99,800 છે.

સોનાના ભાવમાં કેમ થઈ રહી છે વધઘટ 

અમેરિકા અને ચીન વચ્ચે વધતા ટ્રેડ વોર અને ટેરિફને કારણે સોનાના ભાવમાં વધઘટ થવા લાગી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં સોનું ફરી મોંઘુ થવાને કારણે સોનું પણ તેના ટોચના સ્તરની આસપાસ કારોબાર કરી રહ્યું છે. હવે તે એક શ્રેણીમાં કામ કરી રહ્યું છે. ઘણા નિષ્ણાતો માને છે કે જો સોનું ઘટશે તો 6 મહિનામાં 75,000 રૂપિયા સુધી પહોંચી શકે છે. જો ઈન્ટરનેશનલ ટેરિફ વોરના કારણે સોનામાં કોઈ વોલેટિલિટી આવે તો સોનું રૂ.1,38,000 સુધી જઈ શકે છે.

ભારતમાં સોનાની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર કિંમતો, સરકારી કર અને રૂપિયાના મૂલ્યમાં વધઘટ જેવા ઘણા કારણોસર બદલાય છે. સોનું એ માત્ર રોકાણનું સાધન નથી પરંતુ તે આપણી પરંપરાઓ અને તહેવારોનો પણ એક મહત્વપૂર્ણ ભાગ છે. ખાસ કરીને લગ્ન અને તહેવારોમાં તેની માંગ વધી જાય છે. 

સોનાના ભાવ સાતમા આસમાને

સમાચાર અનુસાર, નિષ્ણાતોનું કહેવું છે કે યુએસ-ચીન વચ્ચે વધતા ટ્રેડ વોર  વચ્ચે મજબૂત સેફ-હેવન ડિમાન્ડને કારણે સોનું વૈશ્વિક બજારમાં સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યું છે, જેના કારણે સ્થાનિક ભાવમાં વધારો થયો છે. ઇન્વેસ્ટમેન્ટ બેન્કિંગ ફર્મ UBS કહે છે કે નાણાકીય બજારોમાં ચાલી રહેલી ચિંતાઓ, જેમ કે વેપાર અને આર્થિક અનિશ્ચિતતા, ફુગાવાના ભય, મંદીના જોખમો અને ભૌગોલિક રાજકીય તણાવ સોનાના આકર્ષણમાં વધારો કરવાનું ચાલુ રાખશે.