Gold Silver Price Today: બુલિયન માર્કેટમાં આજે સુસ્ત કારોબાર જોવા મળી રહ્યો છે. સોના અને ચાંદી આજે સામાન્ય ઘટાડા સાથે ટ્રેડ થઈ રહ્યાં છે. વાયદા બજારમાં સોનું નજીવું તેજી સાથે ટ્રેડ થઈ રહ્યું છે, જ્યારે દિલ્હી-મુંબઈના બુલિયન માર્કેટમાં આજે સોનું પ્રતિ 10 ગ્રામ રૂ. 100 સસ્તું બોલાઈ રહ્યું છે.


વાયદા બજારમાં આજે સોનાનો ભાવ


વાયદા બજારમાં આજે, મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોનું ઓક્ટોબર વાયદો રૂ. 24 વધી રૂ. 51,861 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ કરી રહ્યો છે. બીજી તરફ એમસીએક્સ પર ચાંદીનો સપ્ટેમ્બર વાયદો રૂ. 15 ઘટીને રૂ. 57,650 પ્રતિ કિલોગ્રામ પર આવી રહ્યો છે.


દિલ્હીમાં સોનાની કિંમત


દેશની રાજધાની દિલ્હીના બુલિયન માર્કેટમાં આજે 22 કેરેટ સોનું 100 રૂપિયા ઘટીને 48,050 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 130 રૂપિયાના ઘટાડા સાથે 52400 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યું છે.


મુંબઈમાં સોનાનો ભાવ


મુંબઈના બુલિયન માર્કેટમાં આજે 22 કેરેટ સોનું 100 રૂપિયાના ઘટાડા સાથે 47900 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળી રહ્યું છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 110 રૂપિયાના ઘટાડા સાથે 52250 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યું છે.


બેંગ્લોરમાં સોનાનો દર


બેંગ્લોરમાં આજે 22 કેરેટ સોનું 100 રૂપિયા ઘટીને 47950 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળી રહ્યું છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 110 રૂપિયાના ઘટાડા સાથે 52310 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર જોવા મળી રહ્યું છે.


ચેન્નાઈમાં સોનાનો દર


ચેન્નાઈમાં આજે 22 કેરેટ સોનું 60 રૂપિયા ઘટીને 48490 રૂપિયા પ્રતિ 10 ગ્રામના ભાવે જોવા મળી રહ્યું છે. બીજી તરફ 24 કેરેટ શુદ્ધતાનું સોનું 60 રૂપિયાના ઘટાડા સાથે 52900 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર આવી રહ્યું છે.