Gold Silver Price Today: વૈશ્વિક બજારની સારી રિકવરી બાદ સોના અને ચાંદીની કિંમતો પર દબાણ જોવા મળી રહ્યું છે. આજે સવારે 10 વાગ્યે, MCX પર સોનાના વાયદાના વેપારમાં 148.00 પોઈન્ટ અથવા 0.29 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. આ સમય સુધી તે 51,455 પર ટ્રેડ કરી રહ્યો હતો. ચાંદી પણ તે જ સમય સુધી 465.00 પોઈન્ટ ઘટી હતી, એટલે કે મેટલ 0.82 ટકા ઘટીને 55,978 પર હતી.


આજના ભાવ MCX પરના ફ્યુચર્સ ટ્રેડિંગ અનુસાર છે. આ 5 ઑક્ટોબર 2022ના રોજ સોનાના ફ્યુચર્સ કૉન્ટ્રૅક્ટ અને 5 સપ્ટેમ્બર 2022ના રોજ સમાપ્ત થતા સિલ્વર કૉન્ટ્રેક્ટના દરો છે.


ગઈ કાલે બુલિયન માર્કેટમાં શું સ્થિતિ હતી?


ગુરુવારે ભારતના બુલિયન માર્કેટમાં સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. દસ ગ્રામ સોનું સસ્તું થઈને રૂ. 52,224 થયું હતું, જ્યારે એક કિલો ચાંદીનો ભાવ પણ નીચે આવ્યો હતો અને હવે તે રૂ. 57,298માં વેચાઈ ટ્રેડ થઈ રહી હતી.


વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવ


આંતરરાષ્ટ્રીય બજારમાં સોના અને ચાંદીની કિંમતો પર દબાણ છે. સોનું 1752 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે અને ચાંદી 19.35 ડોલર પ્રતિ ઔંસના સ્તરે છે. હાજર ગોલ્ડ હાલમાં ત્રણ સપ્તાહની નીચી સપાટીએ છે. ડૉલરની મજબૂતીને કારણે કિંમતમાં દબાણ જોવા મળી રહ્યું છે. ડૉલર ઈન્ડેક્સ હાલમાં 0.20 ટકા વધીને 107.63ના સ્તરે પહોંચી ગયો છે. યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા રેપો રેટમાં વધારાના સમાચારને કારણે ડોલર મજબૂત થઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે.


આગળ સોનાની ચાલ કેવી રહેશે


નિષ્ણાંતોના મતે આગળ સોના-ચાંદીના ભાવ વધી શકે છે. વૈશ્વિક બજારમાં આવનારા સુધારાની અસર ભારતીય બજાર પર પણ જોવા મળશે. આ સાથે, હવે તહેવારોની સિઝન શરૂ થઈ ગઈ છે અને સોના-ચાંદીની માંગ સતત વધશે. તેથી ભાવ હજુ પણ વધી શકે છે. ડૉલર અત્યારે મજબૂત છે, પરંતુ તે ઘટશે એટલે સોના-ચાંદીના ભાવ વધશે. આ વર્ષના અંત સુધીમાં સોનું 54 હજારના સ્તરને સ્પર્શી શકે તેવો અંદાજ છે.