Gold Price :  સોના અને ચાંદીના ભાવ 8 જાન્યુઆરી, 2024 (સોમવાર) ના રોજ અપડેટ કરવામાં આવ્યા છે. આ દર મલ્ટી કોમોડિટી એક્સચેન્જના આધારે નક્કી કરવામાં આવે છે. દેશના નાના અને મોટા શહેરોમાં તેમની કિંમતો અલગ-અલગ છે. જો તમે પણ સોનું કે ચાંદી ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમારે તમારા શહેરના લેટેસ્ટ રેટ ચેક કરવા જ જોઈએ.


સોમવારે વાયદાના વેપારમાં જૂના ભાવ રૂ. 342 ઘટીને રૂ. 62,215 પ્રતિ 10 ગ્રામ થયા હતા. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર, ફેબ્રુઆરી ડિલિવરી માટેના સોનું કોન્ટ્રેક્ટ 11,592 લોટના બિઝનેસ ટર્નઓવર પર રૂ. 342 અથવા 0.55 ટકા ઘટીને રૂ. 62,215 પ્રતિ 10 ગ્રામ થયું હતું.


વૈશ્વિક સ્તરે, ન્યૂયોર્કમાં સોનું 0.57 ટકા ઘટીને US$2,038.10 પ્રતિ ઔંસ પર ટ્રેડ થઈ રહ્યું હતું.


સોમવારે ચાંદીની કિંમત 332 રૂપિયાના ઘટાડા સાથે 72,255 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ખાતે, માર્ચ ડિલિવરી માટે ચાંદીના કોન્ટ્રેક્ટ રૂ. 332 અથવા 0.46 ટકાના ઘટાડા સાથે રૂ. 72,255 પ્રતિ કિલોગ્રામ પર 21,986 લોટના વેપારમાં બંધ થયા હતા.


વૈશ્વિક સ્તરે, ન્યુયોર્કમાં ચાંદી 0.45 ટકા ઘટીને 23.21 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહી હતી.


તમારા શહેરના ભાવ તપાસો


દિલ્હીમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,200 છે.
મુંબઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,050 છે.
કોલકાતામાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,050 છે.
ચેન્નાઈમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,600 છે.
બેંગલુરુમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,050 છે.
હૈદરાબાદમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,050 છે.
ચંદીગઢમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,200 છે.
જયપુરમાં 24 કેરેટ, 10 ગ્રામ સોનું રૂ. 63,200 છે.
પટનામાં 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 63,100 રૂપિયા છે.
લખનૌમાં 24 કેરેટ 10 ગ્રામ સોનાનો ભાવ 63,200 રૂપિયા છે. 


છેલ્લા 4થી 5 દિવસથી સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી રોકાણકારોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા 4થી 5 દિવસમાં સોનાના ભાવમાં 800થી 900 રૂપિયા સુધીનો ઘટાડો આવ્યો છે. જાન્યુઆરી મહિનામાં સોનાના ભાવમાં આવેલા ઉતાર ચઢાવની વાત કરવામાં આવે તો જાન્યુઆરી મહિનામાં સોનાનો સૌથી વધુ ભાવ 63 હજાર 480 રૂપિયા નોંધાયો હતો. જ્યારે સૌથી ઓછો ભાવ 62 હજાર 670 રૂપિયા નોંધાયો હતો. સરેરાશ ભાવની વાત કરવામાં આવે તો 62, 957 રૂપિયા નોંધાયો હતો. 


રાજકોટમાં ચાલી રહેલા સોના અને ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો આજે સોનાનો ભાવ 62 હજાર 540 રૂપિયા નોંધાયો છે.એટલે કે સોનાના ભાવમાં આજે 200 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવની વાત કરવામાં આવે તો ચાંદીના ભાવ 72 હજાર 340 રૂપિયા નોંધાયો છે. જ્યારે ચાંદીના ભાવમાં 280 રૂપિયા જેવો ઘટાડો આવ્યો છે.