Gold Silver Price on 22 August 2024: જો તમે સોના ચાંદીની ખરીદી કરવા વિચારી રહ્યા છો તો જણાવી દઈએ કે ઘરેલુ બજારમાં સોનું સ્તું (Gold Silver Price) છે. ચાંદીના ભાવમાં પણ આજે નજીવો ઘટાડો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં ગોલ્ડ સિલ્વરની ખરીદી પર તમારે ઓછી કિંમત ચૂકવવી પડશે.
MCX પર આજે સોનાનો ભાવ શું છે?
વાયદા બજાર એટલે કે MCX પર સોનાના ભાવમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. ઓક્ટોબર વાયદા માટે સોનું (Gold Price Today) ગઈકાલની સરખામણીમાં 162 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સ્તું થઈને 71,668 રૂપિયા પર આવી ગયું છે. જ્યારે બુધવારે સોનું 71,830 રૂપિયા પર બંધ થયું હતું.
ચાંદીના ભાવ પણ ઘટ્યા
સોના ઉપરાંત ઘરેલુ બજારમાં ચાંદીના ભાવ પણ ગઈકાલની સરખામણીમાં ઓછા થયા છે. ચાંદી ગુરુવારે 73 રૂપિયા સ્તી થઈને 84,790 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (Silver Price Today)ના ભાવે વેચાઈ રહી છે. જ્યારે બુધવારે મલ્ટી કમોડિટી એક્સચેન્જ પર ચાંદી 84,863 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર બંધ થઈ હતી.
તમારા શહેરોના તાજા રેટ જાણો
જો તમે સોનું ખરીદવા વિશે વિચારી રહ્યા છો તો અમે તમને દેશના મુખ્ય શહેરોમાં 24 કેરેટ, 22 કેરેટ અને 18 કેરેટ સોનાની કિંમત વિશે જણાવી રહ્યા છીએ
| શહેરનું નામ | 24 કેરેટ ગોલ્ડ /પ્રતિ 10 ગ્રામ | 22 કેરેટ ગોલ્ડ/ પ્રતિ 10 ગ્રામ | 18 કેરેટ ગોલ્ડ/ પ્રતિ 10 ગ્રામ |
| દિલ્હી | 72970 રૂપિયા | 66950 રૂપિયા | 54720 રૂપિયા |
| મુંબઈ | 72870 રૂપિયા | 66800 રૂપિયા | 54660 રૂપિયા |
| ચેન્નઈ | 72870 રૂપિયા | 66800 રૂપિયા | 54720 રૂપિયા |
| કોલકાતા | 72870 રૂપિયા | 66800 રૂપિયા | 54660 રૂપિયા |
| અમદાવાદ | 72920 રૂપિયા | 66850 રૂપિયા | 54700 રૂપિયા |
| લખનઉ | 72970 રૂપિયા | 66950 રૂપિયા | 54780 રૂપિયા |
| બેંગલુરુ | 72870 રૂપિયા | 66800 રૂપિયા | 54600 રૂપિયા |
| પટના | 72920 રૂપિયા | 66850 રૂપિયા | 54700 રૂપિયા |
| હૈદ્રાબાદ | 72870 રૂપિયા | 66800 રૂપિયા | 54600 રૂપિયા |
| જયપુર | 72970 રૂપિયા | 66950 રૂપિયા | 54780 રૂપિયા |
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના ચાંદીના ભાવ ઘટ્યા
ઘરેલુ બજારની સાથે સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં પણ સોના અને ચાંદીના ભાવ ઘટ્યા છે. કોમેક્સ પર ગોલ્ડ (સોનું) 9.63 ડોલરના ઘટાડા સાથે 2,503.36 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું છે. જ્યારે ચાંદી (Silver) ના ભાવમાં પણ આજે ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે કોમેક્સ પર ગઈકાલની સરખામણીમાં 0.10 ડોલર સ્તી થઈને 29.51 ડોલર પર આવી ગઈ છે.