સોના અને ચાંદીના ભાવમાં છેલ્લા એક વર્ષમાં ભારે ઘટાડો નોંધાયો છે. એક વર્ષમાં 9 હજાર 600 રૂપિયા સસ્તું થયું છે. ગયા વર્ષે ઓગસ્ટ મહિનામાં કોરોનાના કેસો જ્યારે વધુ આવી રહ્યા હતા ત્યારે સોનાનો 10 ગ્રામદીઠ ભાવ પણ  58 હજાર અને ચાંદીનો કિલોદીઠ ભાવ 73 હજારની સર્વોચ્ચ સપાટીએ સ્પર્શી ગયા હતા. પરંતુ છેલ્લા એક વર્ષમાં સોનું તેની સર્વોચ્ચ સપાટીથી 9 હજાર 600 એટલે કે 20 ટકા સસ્તું થઇને 48 હજાર 400 અને ચાંદી 17 હજાર 500 એટલે કે 26 ટકા સસ્તી થઇ 65 હજાર 500ની સપાટી સુધી નીચે ઉતરી ગયા છે. બજાર નિષ્ણાતોના જણાવ્યા અનુસાર છેલ્લા 12 વર્ષમાં સોનામાં સૌથી નીચું અને સૌથી વધુ નેગેટિવ રિટર્ન જોવા મળ્યું છે.


માર્કેટ એક્સપર્ટના મતે જો તમે રોકાણ કરવા ઈચ્છો છો તો દોઢથી બે વર્ષને ધ્યાનમાં રાખીને સોનામાં રોકાણ કરી શકો છો. આગામી દોઢ બે વર્ષમાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 54000 55000 રૂપિયા સુધી જઈ શકે છે. વૈશ્વિક બજારમાં હજુ પણ મોંઘવારી વધવાનું જોખમ યથાવત છે. જેના કારણ સોના ચાંદીમાં તેજી જળવાઈ રહે તેવા સંકેત છે.


આજના સોનાના ભાવ


સતત પાંચ દિવસના ઘટાડા બાદ આજે દેશમાં સોના અને ચાંદીના ભાવમાં થોડો વધારો નોંધાયો છે. MCX પર સોનાનો ભાવ આજે 0.50 ટકા વધીને 46,089 રૂપિયા પ્રતિ દસ ગ્રામ થયો છે. જ્યારે ગઈકાલે 1.3 ટકાના ઘટાડા સાથે તેની કિંમતો છેલ્લા 4 મહિનાના સૌથી નીચલી સપાટી પર આવી ગઈ હતી.


મંગળવારે ચાંદીના ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે. આજે તેની કિંમત 0.90 ટકા વધીને 63,198 રૂપિયા પ્રતિ કિલો થઈ ગઈ છે. છેલ્લા સત્રમાં ચાંદીનો ભાવ 62,637 રૂપિયા પ્રતિ દસ ગ્રામ નોંધાયો હતો.


વૈશ્વિક બજારોમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો. આજે હાજર સોનું તેની રેકોર્ડ નીચલી સપાટી 1,730.47 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું છે. તે જ સમયે યુએસ સોનાના વાયદામાં આજે 0.4 ટકાનો વધારો જોવા મળ્યો છે અને તે ઔંસ દીઠ 1,732.90 ડોલર થયો છે. તમને જણાવી દઈએ કે ભારતમાં સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર આંતરરાષ્ટ્રીય બજાર પર આધાર રાખે છે. એમસીએક્સ ટ્રેડિંગમાં સોના અને ચાંદીની માંગ પણ આ સોના-ચાંદીના ભાવને ખૂબ અસર કરે છે.


દેશના મુખ્ય શહેરોમાં સોનાના ભાવ



  • મુંબઈમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

  • દિલ્હીમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

  • ચેન્નઈમાં 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 43,800 રૂપિયા નોંધાયો હતો.

  • કોલકાતામાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45,750 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

  • બેંગ્લોરમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 43,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

  • હૈદરાબાદમાં 22 કેરેટ સોનાનો ભાવ આજે 10 ગ્રામ દીઠ 43,350 રૂપિયા નોંધાયો હતો.

  • આજે કેરળમાં 22 કેરેટ સોનાની કિંમત 43,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી

  • પૂણેમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 44,620 રૂપિયા નોંધાયો હતો.

  • લખનઉમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45,500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

  • નાગપુરમાં આજે 22 કેરેટ સોનાની કિંમત 45,280 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.

  • પટનામાં આજે 22 કેરેટ સોનાની કિંમત 44,620 રૂપિયા પ્રતિ 10 ગ્રામ નોંધાઈ હતી.


નોંધ: દેશના રાજ્યોમાં અલગ અલગ ટેક્સ સ્લેબના કારણે સોનાના ભાવમાં તફાવત છે.