છેલ્લા બે મહિના દરમિયાન સોનું 1359 રૂપિયા સસ્તું થયું છે. ત્યારે હવે એવું માનવામાં આવે છે કે આ વર્ષના અંત સુધીમાં સોનું રેકોર્ડ તોડી ઉચ્ચ સપાટીએ પહોંચશે. એટલે કે, આવનારા સમયમાં તે અપેક્ષા કરતા ઘણું મોંઘુ થશે. જોકે હાલમં સોનાની કિંમત રેકોર્ડ સ્તરથી નીચે ચાલી રહી છે.


ભારતીય બુલિયન બજારમાં, ગયા સપ્તાહે શુક્રવારે સોનાના ભાવમાં ઘટાડો નોંધાયો હતો. શુક્રવારે સોનું 365 રૂપિયા ઘટીને 45,141 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. તે જ સમયે, ચાંદીના ભાવમાં રૂ. 21નો ઉછાળો નોંધાયો હતો. ચાંદી રૂપિયા 59 હજાર 429 પર બંધ થઈ હતી.


સોનામાં રોકાણ ફાયદાકારક રહેશે - વિશ્લેષકોનો અભિપ્રાય


તમને જણાવી દઈએ કે, 2 મહિના પહેલા સોનાની કિંમત પ્રતિ 10 ગ્રામ 46 હજાર રૂપિયા હતી. એટલે કે બે મહિનામાં સોનાના ભાવમાં 1359 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. સોનું હાલમાં તેના સૌથી ઉચ્ચ સપાટીથી નીચે ચાલી રહ્યું છે, જેના કારણે વિશ્લેષકોએ આશા વ્યક્ત કરી છે કે જો રોકાણકારો આ સમયગાળા દરમિયાન સોનામાં વધુ રોકાણ કરશે તો વર્ષના અંત સુધીમાં મોટો નફો જોવા મળશે.


સોનું રેકોર્ડ સ્તર પર પહોંચશે


જો આપણે ગયા વર્ષના ભાવ પર નજર કરીએ તો વર્ષ 2020 માં ઓગસ્ટ મહિના દરમિયાન સોનાની કિંમત 56 ગ્રામ 200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ હતી, જે દરમિયાન સોનાએ રેકોર્ડ બનાવ્યો હતો. એટલે કે, ત્યારના ભાવ પ્રમામે 11 હજાર રૂપિયાથી વધુનો તફાવત જોવા મળી રહ્યો છે. નિષ્ણાતોના મતે તહેવારોની સીઝનમાં સોનું ખરીદવાથી નફો મળી શકે છે. માંગમાં વધારો થતાં સોનાના ભાવમાં નવી ઉચ્ચ સપાટી જોવા મળી શકે છે જેના કારણે રોકાણકારોને ફાયદો થઈ શકે છે.


મિસ્ડ કોલ કરીને જાણો સોનાનો ભાવ


નોંધનીય છે કે, લોકો સોનાના ભાવ ઘર બેઠે સરળતાથી જાણી શકે છે. તેના માટે તમારે માત્ર એક નંબર 8955664433 પર મિસ્ડ કોલ કરવાનો રહેશે અને તમારા ફોન પર મેસેજ આવી જશે, જેમાં તમે લેટેસ્ટ ભાવ ચેક કરી શકો છો.