Gold Silver Rates: દિવાળીના દિવસે ગુરુવારે 24 કેરેટ સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો છે. 24 કેરેટ સોનાનો 10 ગ્રામનો ભાવ રૂપિયા 440 ઘટીને રૂપિયા 47,410 થયો છે. તે જ સમયે ચાંદીનો ભાવ પણ રૂ. 2,330 ઘટીને રૂ.62400 પર આવી ગયો હતો. ગુરુવારે 22 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત 46,410 રૂપિયા હતી. નોંધનીય છે કે, રાજ્ય અને કેન્દ્ર સરકારના ટેક્સ અને મેકિંગ ચાર્જિસને કારણે સમગ્ર દેશમાં સોનાના દાગીનાની કિંમત બદલાય છે.
ગુરુવારે કિંમતોમાં ઉતાર-ચઢાવ જોવા મળ્યો, જેના કારણે રાજધાની દિલ્હીમાં 24 કેરેટ સોનાની કિંમત 50,900 રૂપિયા થઈ ગઈ છે. તેવી જ રીતે આર્થિક રાજધાની મુંબઈમાં કિંમત ઘટીને 47,410 રૂપિયા થઈ ગઈ છે. 24 કેરેટ સોનાના 10 ગ્રામની કિંમત ચેન્નાઈમાં 48,760 રૂપિયા અને કોલકાતામાં 49,990 રૂપિયા થઈ ગઈ છે.
ચાલો હવે તમને જણાવીએ કે મેટ્રો શહેરોમાં 22 કેરેટ સોના અને ચાંદીની કિંમત કેટલી છે.
દિલ્હી
સોનું (22 કેરેટ): રૂ 46,950
ચાંદી (1 કિલો): રૂ. 62,400
મુંબઈ
સોનું (22 કેરેટ): રૂ 46,850
ચાંદી (1 કિલો): રૂ. 62,400
ચેન્નાઈ
સોનું (22 કેરેટ): રૂ 45,080
ચાંદી (1 કિલો): રૂ. 67,600
કોલકાતા
સોનું (22 કેરેટ): રૂ 47,300
ચાંદી (1 કિલો): રૂ. 62,400
બેંગ્લોર
સોનું (22 કેરેટ): રૂ 44,800
ચાંદી (1 કિલો): રૂ. 63,200
કોરોના વાયરસની મહામારી અને લોકડાઉનને કારણે દેશમાં સોનાની માંગમાં ભારે ઘટાડો થયો હતો. પરંતુ હવે ફરી ભાવ વધી રહ્યા છે. આ વર્ષે સોનાનો ભાવ રૂ. 47000 થી રૂ. 49000 વચ્ચે હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના સપ્ટેમ્બર ક્વાર્ટરના ડેટા અનુસાર, ગયા નાણાકીય વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં સોનાની માંગ 47 ટકા વધીને 139.1 ટન થઈ છે. દેશમાં કોરોના વાયરસની સ્થિતિ હળવી થતાં ઘરેણાંની માંગમાં પણ પાછલા વર્ષની સરખામણીમાં 58 ટકાનો વધારો જોવા મળ્યો છે. નિષ્ણાતોના મતે આગામી 12 મહિનામાં સોનાના ભાવમાં રૂ. 52000-53000નો વધારો થવાની સંભાવના છે.