આ મહિનાના છેલ્લા દિવસ એટલેકે 31 માર્ચ 2021ના રોજ વૈશ્વિક બજારમાં સોના અને ચાંદીમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. બોન્ડ યીલ્ડના રેટમાં વદારો અને અર્થતંત્રમાં રિકવીર ઝડબી બનવાને કારણે રોકાણકારો સોનાથીમાંથી બહાર નીકળી રહ્યા છે. મંગળવારે યૂએસ બોન્ડના રેટ 1.77 ટકા વધી ગયા હતા. તેનાથી રોકાણકારોએ સોનામાં રોકાણથી દૂર થઈ રહ્યા છે. તેનાથી વૈશ્વિક બજારમાં સોનાની કિંમત ઘટી છે અને એને તેની ઘરેલુ બજાર પર અસર જોવા મળી રહી છે. એમસીએક્સમાં સોનું 0.31 ટકા ઘટીને 44284 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું. સિલ્વર ફ્યૂચર 0.75 ટકા ઘટીને 62650 રૂપિયા પ્રતિ કિલોએ આવી ગઈ.
દિલ્હી માર્કેટમાં પણ સોનામાં ઘટાડો
મંગળવારે દિલ્હી માર્કેટમાં સોનું 138 રૂપિયા ઘટીને 44113 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 320 રૂપિયા ઘટીને 63212 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. જ્યારે અમદાવાદ ગોલ્ડ માર્કેટમાં સોનું હાજરમાં 44331 રૂપિયાએ આવી ગયું. ગોલ્ડ ફ્યૂચર 43870 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. જ્યાં સુધી એમસીએક્સના ભાવની વાત છે તો સોનું 44200 પર સપોર્ટ છે જ્યારે 44700 પ્રતિકારક સપાટી છે.
બોન્ડ યીલ્ડમાં વધારો અને અમેરિકાના અર્થતંત્રમાં સુધારાથી સોનું નબળું
બોન્ડ યીલ્ડમાં વધારો અને અમેરિકાની અર્થવ્યવસ્થાની રિકવરી ધારણાં કરતાં ઝડપથી વધતા સોનામાં વેચવાલી જોવા મળી છે. જેના કારણે તેની કિંમત વધી શકે છે. વૈશ્વિક બાજરમાં સોનું હાજરમાં 0.1 ટકા ઘટીને 1683.56 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગયું. યૂએસ ગોલ્ડ ફ્યૂચર 1685.10 ડોલર પ્રતિ ઔંસ પર આવી ગયું. જ્યારે વિશ્વના સૌતી મોટા ગોલ્ડ ઈટીએપ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.1 ટગા ઘટીને 1037.50 ટન પર આવી ગયું.
ગ્લોબલ માર્કેટમાં અમેરિકન બોલ્ડના યીલ્ડમાં વધારો અને ડોલર મજબૂત થવાને કારણે સોના અને ચાંદીની કિંમત ઘટી છે. ભારતીય માર્કેટ પર તેની અસર પડી રહી છે. ઉપરાંત ગોલ્ડ પર ડ્યૂટી ઘટવાથી પણ તે સસ્તુ થઈ રહ્યું છે. જોકે વર્લ્ડ માર્કેટમાં તેની કિંમતમાં સામાન્ય ઉછાળો જોઈ શકાય છે. યૂરોપના કેટલાક દેશોમાં ફરીથી લોકડાઉનને કારણે સુરક્ષિત રોકાણ તરીકે રોકાણકારો સોના તરફ વળી શકે છે.