વૈશ્વિક બજારમાં ઘટાડાને કારણે ગુરુવારે ઘરેલુ બજારમાં પણ સોના અને ચાંદીની કિંમતમાં ઘટાડો નોંધાયો છે. ઘરેલુ માર્કેટમાં છેલ્લા ચાર દિવસમાં આ પ્રથમ ઘટાડો છે. ગુરુવારે એમસીએક્સમાં સોનું 0.32 ટકા ઘટીને 47857 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચ્યું જ્યારે ચાંદીમાં એક ટકાનો ઘટાડો નોંધાયો અને તે 68275 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારમાં સોનાની કિંમત 0.2 ટકા ઘટીને 1834 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ.

દિલ્હી માર્કેટમાં સોનામાં સામાન્ય ઉછાળો

દિલ્હી માર્કેટમાં બુધવારે હાજરમાં સોનું 47064 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બોલાયું હતું. ચાંદીની કિંમત 99 રૂપિયા ઘટીને 68391 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. સોનું અને ચાંદીની કિંમત બુધવધારે ઉછાળા સાથે બંધ રહી હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને ડેમોક્રેટિક પાર્ટીના એ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે જે અંતર્ગત અર્થવ્યવસ્થાને 1.9 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ આપવામાં આવશે. તેનાથી આગળ સોનાની કિંમતમાં ઘટાડો આવી શકે છે.

સોનામાં રોકાણને લઈને રોકાણકારો મુંઝવણમાં

બીજી બાજુ વિશ્વના સૌથી મોટા ગોલ્ડ ઈટીએપ એસપીડીઆર ગોલ્ડ ટ્રસ્ટનું હોલ્ડિંગ 0.4 ટકા ઘટીને 1148.34 ટન પર આવી ગયું છે. મંગળવારે તે 1152.43 ટન હતું. ત્યારે હાજરમાં ચાંદીની કિંમતમાં 0.6 ટકાનો ઉછાળો આવ્યો છે અને તે 27.36 ડોલર પ્રતિ ઔંસ પર પહોંચી ગઈ. ગોલ્ડને લઈને હાલમાં રોકાણકારો મુંઝવણમાં છે. વૈશ્વિક બજારમાં સોનામાં ઉતાર ચડાવને કારણે રોકાણકારો કોઈ સ્પષ્ટ નિર્ણય નથી લઈ શકતા કે ખરીદવું કે વેચીને નીકળી જવું. રિટેલ રોકાણકારોને જ્યારં સુધી કોઈ સ્પષ્ટ સંકેત ન મળે ત્યાં સુધી રોકાણ જાળવી રાખવા માગે છે. ઘરેલુ માર્કેટમાં પણ હાલમાં સોનામાં માગ વધાની આશા છે કારણ કે તેના પર સરકારે ડ્યૂટી ઘટાડી છે. જ્વેલરીની પણ માગ વધી શકે છે.