વૈશ્વિક માર્કેટમાં સોમવારે સોનામાં 2016 બાદ સૌથી મોટો ઘટાડો આવ્યા બાદ મંગળવારે ઘરેલુ માર્કેટમાં સોના અને ચાંદી થોડા સ્થિર રહ્યા છે. એમસીએક્સમાં સોનું 0.39 ટકા એટલે કે 93 રૂપિયા વધીને 45,916 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું છે જ્યારે ચાંદીમાં 1.27 ટકા એટલે કે 854 રૂપિયાનો ઉછાળો નોંધાયો છે અને તે 68115 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ.


દિલ્હી માર્કેટમાં સોનાની કિંમત વધી

દિલ્હી માર્કેટમાં સોનું 241 રૂપિયા વધીને 45520 રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયું જ્યારે ચાંદી 781 રૂપિયાના ઉછાળા સાથે 68877 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ. વૈશ્વિક બજારમાં સોનુ મજબૂતી સાથે 1753 ડોલર પ્રતિ ઔંસ પર અને ચાંદી ઉછાળા સાથે 26.90 ડોલર પર ટ્રેડ થઈ રહ્યું હતું.

વૈશ્વિક બજારમાં ગોલ્ડમાં ઉતાર ચડાવ

વિતેલા કેટલાક સમયથી વૈશ્વિક બજારમાં સોનાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે પરંતુ હાલમાં જ તેમાં ઉતાર ચડાવ જોવા મળ્યો છે. અમેરિકાના અર્થતંત્રમાં આર્તિક પેકેજની સંભાવનાઓને કારણે મોંઘવારી વધવાની આશંકા વધી ગઈ છે. આ જ કારણ છે કે રોકાણકારો હેજિંગ માટે સોનામાં રોકાણ કરી રહ્યા છે. તેની વચ્ચે ક્યારેય ક્યારેક સોનામાં તેજી જોવા મળે છે.

જ્યાં સુધી હાલના મોટા ઘટાડાનો સવાલ છે તો અહીં અમેરિકામાં બે વર્ષના બોન્ડ યીલ્ડમાં ઉછાળાને કારણે થઈ રહ્યો છે. રોકાણકારો બોન્ડ તરફ વળી રહ્યા છે. બોન્ડ બીજા ઇન્સ્ટ્રૂમેન્ટ્સની તુલનામાં વધારે સુરક્ષિત રોકાણ ગણાય છે. કેટલાક રોકાણકારો હાલમાં શેર માર્કેટમ પર ફોકસ કરી રહ્યા છે. જો બજારમાં વધારે ઘટાડો આવશે તો સોનામાં રોકાણ વધશે અને તેની કિંમત વધી શકે છે. પરંતુ હાલમાં સોનાની કિંમતમાં ઉતાર ચડાવ જોવા મળે છે.