કોરોનાને કારણે સમગ્ર વિશઅવમાં ‘વર્ક ફ્રોમ હોમ’નું ચલણ વધ્યું છે. માટે કંપનીઓનો કર્મચારીઓ પાછળનો ખર્ચ હવે ઘટી રહ્યો છે. ભારતીય કંપની સહિત વિશ્વની તમામ દિગ્ગજ કંપનીઓને ઓપરેશનલ લેવલે પહેલાની તુલનામાં ઓછો ખર્ચ કરવો પડી રહ્યો છે. દિગ્ગજ ટેક્નોલોજી કંપની ગૂગલેને પણ વર્ક ફ્રોમ હોમને કારણે વિતેલા એક વર્ષમાં જ 7400 કરોડ રૂપિયાનો ફાયદો થયો છે.


કર્મચારીઓના મનોરંજન અને આરામ પર ખર્ટ ઘટ્યો


ગૂગલ (Google) ની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇંક અનુસાર વર્ષ 2020માં એડરવટાઈઝિંગ અને પ્રમોશનલ ખર્ચાઓમાં 1.4 બિલિનય ડોલરનો ઘટાડો આવ્યો છે. કંપનીએ કોરોનાના દરમિયાન ખર્ચા ઘટાડ્યા, રોક્યા અથવા કેમ્પેનને શેડ્યૂઅલ કર્યા. કેટલીક ઇવેન્ટ્સને માત્ર ડિજિટલ ફોર્મેટમાં બદલી દીધી. એવામાં ટ્રાવેલ અને એન્ટરટેનમેન્ટ ખર્ચો 371 મિલિયન ડોલર થઈ ગયો છે.


વર્ક ફ્રોમ હોમથી કર્મચારીઓના ભથ્થામાં ઘટાડો


ગૂગલ કર્મચારીઓના મનોરંજન અને તેના આરામ માટે ઘણો ખર્ચ કરે છે. ગૂગલમાં કર્મચારીઓને ભોજન, મનોરંજન અને તેમને આરામની સુવિધા આપવા માટે સારો એવો ખર્ચ કરે છે. પરંતુ વર્ક ફ્રોમ હોમને કારણે આ ભથ્થા કર્મચારીઓને હાલમાં નથી આપવામાં આવી રહ્યા. માટે કંપનીને ઘણી બચત થઈ રહી છે. જોકે, ગૂગલ આ વર્ષના અંત સુધીમાં ફરીથી ઓફિસથી કામ શરૂ કરવાની યોજના બનાવી રહી છે. ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર રૂથ પોરાટે રોકાણકારોને કહ્યું કે, કંપની એક ‘હાઈબ્રિડ’ મોડલની યોજના બનાવી હી છે, જેમાં કર્મચારીઓની જગ્યા પહેલાની તુલનામાં ઘણી ઓછી છે. પોરાટે એ પણ કહ્યું કે, ગૂગલ વિશ્વભરમાં રિયલ એસ્ટેટમાં રોકાણ ઘટાડવા નથી માગતી.


રિલાયન્સને માર્ચ ક્વાર્ટરમાં 13,227 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો, 75,000 લોકોને રોજગારી આપી


Coronavirus in India: અમેરિકાએ ભારતીય યાત્રીઓ પર લગાવ્યો પ્રતિબંધ, જાણો બાઈડન સરકારે શું કહ્યું.....


દેશમાં આગામી સપ્તાહે આવી શકે છે કોરોનાનો પીક, જાણો એક્સપર્ટ્સની શું છે ચેતવણી અને સલાહ