GST Collection: દેશના ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) કલેક્શનને લઈને સારા સમાચાર સામે આવ્યા છે. ફેબ્રુઆરીમાં જીએસટી કલેક્શન રૂ. 1,49,577 કરોડ સુધી પહોંચી ગયું છે જે 12 ટકાનો વધારો દર્શાવે છે. નાણા મંત્રાલયે પોતાના નિવેદનમાં કહ્યું છે કે, તે 12 મહિનાના ઉચ્ચ સ્તરે છે. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ભારતની GST આવક રૂ. 1,33,026 કરોડ હતી. કેન્દ્રીય નાણા મંત્રાલયે GST ડેટા જાહેર કર્યો હતો.


જાન્યુઆરીમાં GST કલેક્શન કેવું રહ્યું?


જાન્યુઆરીમાં જીએસટી કલેક્શનમાં અત્યાર સુધીનો બીજો સૌથી મોટો વધારો થયો છે. જેમાં સતત 11મા મહિને 1.55 લાખ કરોડ રૂપિયાથી વધુની GST આવક પ્રાપ્ત થઈ છે. સરકારે જાન્યુઆરીમાં રૂ. 1,55,922 કરોડ એટલે કે રૂ. 1.55 લાખ કરોડનું GST કલેક્શન મેળવ્યું હતું. સારી વાત એ છે કે, આ સતત 12મો મહિનો છે જ્યારે માસિક GST કલેક્શન રૂ. 1.4 લાખ કરોડથી વધુ થયું છે. આ વખતે આંકડો રૂ. 1,49,577 કરોડ થયો છે અને તે ગયા વર્ષના સમાન મહિના કરતાં 12 ટકા વધુ છે.


નાણા મંત્રાલયે  જાહેર કર્યા આંકડા


બુધવારે ફેબ્રુઆરી 2023 માટે જીએસટી કલેક્શનના આંકડા જાહેર કરતા નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, આ મહિનામાં સેસ તરીકે રૂ. 11,931 કરોડ એકત્ર કરવામાં આવ્યા હતા. જે જીએસટીના અમલીકરણ પછીનું સૌથી વધુ કલેક્શન છે.


જાન્યુઆરીની સરખામણીમાં ફેબ્રુઆરીમાં જીએસટીની આવકમાં ઘટાડો થયો 


જોકે, જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં જીએસટીની આવકમાં ઘટાડો નોંધાયો છે. જાન્યુઆરી 2023માં 1.57 લાખ કરોડ રૂપિયાનું ટેક્સ કલેક્શન થયું હતું, જે અત્યાર સુધીનું બીજું સૌથી ઊંચું સ્તર હતું. એપ્રિલ 2022માં એકત્ર થયેલ રૂ. 1.68 લાખ કરોડ GSTનું સૌથી વધુ રહ્યું છે.


નાણા મંત્રાલયે બહાર પાડ્યું નિવેદન


નાણા મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, ફેબ્રુઆરી 2023માં કુલ GST કલેક્શન 1,49,577 કરોડ રૂપિયા છે. તેમાંથી સેન્ટ્રલ GST (CGST) રૂપિયા 27,662 કરોડ છે જ્યારે સ્ટેટ GST (SGST) કલેક્શન રૂપિયા 34,915 કરોડ છે. જ્યારે એકીકૃત જીએસટી (આઈજીએસટી) ના મદમાં રૂ. 75,069 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત રૂ. 11,931 કરોડનો સેસ પણ તેમાં સામેલ છે.


જીએસટી કલેક્શનમાં વાર્ષિક ધોરણે 12 ટકાનો વધારો થયો


એક વર્ષ અગાઉ સમાન મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1.33 લાખ કરોડ હતું. આ રીતે ફેબ્રુઆરી 2023માં વાર્ષિક ધોરણે GST કલેક્શનમાં 12 ટકાનો વધારો થયો છે. મંત્રાલયે કહ્યું હતું કે, ફેબ્રુઆરી મહિનામાં માત્ર 28 દિવસ હોવાને કારણે GST કલેક્શન સામાન્ય રીતે અન્ય મહિનાઓની સરખામણીમાં ઓછું છે.