GST Collection Data: ઓગસ્ટ, 2022 માં GST કલેક્શન 1,43,612 કરોડ રૂપિયા હતું. જો કે તે જુલાઈ 2022 કરતા ઓછો છે. જુલાઈમાં જીએસટી કલેક્શન રૂ. 1,48,995 કરોડ હતું. જ્યારે જૂન મહિનામાં GST કલેક્શન 1,44,616 કરોડ રૂપિયા હતું. ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ મહિનામાં જીએસટી કલેક્શન રૂ. 1,67,540 કરોડ હતું, જે અત્યાર સુધીનું સૌથી વધુ છે.


નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2022માં 1,43,612 કરોડ રૂપિયાનું GST કલેક્શન ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં 28 ટકા વધુ છે. છેલ્લા છ મહિનાથી સતત GST કલેક્શન 1.40 લાખ કરોડ રૂપિયા રહ્યું છે. ઓગસ્ટ 2022 માટે સીજીએસટી કલેક્શન રૂ. 24,710 કરોડ, એસજીએસટી રૂ. 32,951 કરોડ, રૂ. 77,782 કરોડનું આઇજીએસટી કલેક્શન જેમાં માલની આયાતમાંથી રૂ. 42,067 કરોડ એકત્ર કરવામાં આવ્યા છે અને સેસ કલેક્શનનો હિસ્સો રૂ. 10,168 કરોડ છે. 1લી જુલાઇ 2017ના રોજ GSTના અમલ પછી GST કલેક્શનનો આ બીજો સૌથી વધુ આંકડો છે.


નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઓગસ્ટ 2021માં GSTની આવક ગયા વર્ષની સરખામણીમાં 33 ટકા વધુ છે. ઉપરાંત, GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવેલા પગલાંને કારણે, વધુ સારી રીતે અનુપાલન જોવા મળી રહ્યું છે. સારા રિપોર્ટિંગની સાથે GST કલેક્શન પર આર્થિક રિકવરીની સકારાત્મક અસર જોવા મળી રહી છે. GST ચોરીને રોકવા માટે લેવામાં આવેલા પગલાં, ખાસ કરીને નકલી બિલ બનાવનારાઓ સામેની કાર્યવાહીને કારણે GST કલેક્શનમાં વધારો થયો છે.