નવી દિલ્હીઃ તહેવારોની સીઝનમાં ડિમાન્ડમાં આવેલા વધારાના કારણે જીએસટી કલેક્શન પર અસર થઇ છે. તહેવારોની સીઝનમાં લોકો શોપિંગ કરી રહ્યા છે જેના પરિણામે ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીનું કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યું છે. જેમાં સીજીએસટી કલેક્શન 23,861 કરોડ રૂપિયા, એચજીએસટી કલેક્શન 30,421 કરોડ રૂપિયા રહ્યું છે. ઓક્ટોબર મહિનામાં આઇજીએસટી કલેક્શન 67,361 કરોડ રૂપિયા રહ્યું છે અને સેસના રૂપમાં 8484 કરોડ રૂપિયા વસૂલ્યા હતા. 



સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રિલ 2021માં થયું હતું ત્યારે 1,41,384 કરોડ રૂપિયા જીએસટી કલેક્શન થયું હતું. ગયા વર્ષે ઓક્ટોબર 2020ની  સરખામણીએ આ ઓક્ટોબર 2021માં 24 ટકાથી વધુ કલેક્શન થયું હતું અને 2019-20માં ઓક્ટોબર મહિનાથી 36 ટકા વધુ છે.


 


તહેવારોની સીઝનમાં લોકો શોપિંગ કરી રહ્યા છે જેના પરિણામે ઓક્ટોબર મહિનામાં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. ઓક્ટોબર મહિનામાં જીએસટીનું કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યું છે.


નાણા મંત્રાલય દ્વારા આજે જાહેર કરવામાં આવેલી માહિતી અનુસાર, ઓક્ટોબર 2021માં GST કલેક્શન 1,30,127 કરોડ રૂપિયા રહ્યું છે. આમાં CGST રૂ. 23,861 કરોડ, SGST રૂ. 30,421 કરોડ, IGST રૂ. 67,361 કરોડ (માલની આયાત પર વસૂલાયેલા રૂ. 32,998 કરોડ સામેલ છે) અને રૂ. 8,484 કરોડ સેસ (સામાનની આયાત પર વસૂલાયેલા રૂ. 699 કરોડ સહિત)નો સમાવેશ થાય છે. સેટલમેન્ટ પછી ઓક્ટોબર માટે CGST 51171 કરોડ રૂપિયા અને SGST 52815 કરોડ રૂપિયા રહ્યું છે.


ઓક્ટોબરમાં GST કલેક્શન જીએસટી લાગુ થયા પછી બીજા નંબરનું સૌથી વધુ કલેક્શન છે. અગાઉ એપ્રિલ 2021માં સૌથી વધુ કલેક્શન નોંધાયું હતું. નાણા મંત્રાલયના નિવેદન અનુસાર, આ દર્શાવે છે કે સ્થાનિક અર્થવ્યવસ્થામાં સતત રિકવરી થઈ રહી છે. નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, જો ચિપની અછતને કારણે ઓટો સેક્ટરના સપ્લાય પર અસર ન થઈ હોત તો કમાણી વધુ થઈ શકી હોત.