GST Council Meeting: GST કાઉન્સિલની બેઠક જમ્મુ અને કાશ્મીરના શ્રીનગરમાં 28 અને 29 જૂને યોજાશે. નાણામંત્રી નિર્મલા સીતારમણના કાર્યાલયે પોતે ટ્વીટ કરીને આ માહિતી આપી હતી. જો કે જીએસટી કાઉન્સિલની બેઠકનો એજન્ડા શું હશે તે જણાવવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે એક જૂલાઇ, 2022ના રોજ જીએસટી લાગુ થયાને પાંચ વર્ષ પુરા થઇ રહ્યા છે.
ટેક્સ સ્લેબ પર સંભવિત ચર્ચા
એવું માનવામાં આવે છે કે GST કાઉન્સિલની બેઠકમાં GST સ્લેબ દરો પર ચર્ચા થઈ શકે છે. ટેક્સ સ્લેબ માટે બનાવવામાં આવેલી મંત્રીઓની સમિતિ GST કાઉન્સિલની બેઠક પહેલાં ચર્ચા કરશે અને કાઉન્સિલ સમક્ષ તેમના સૂચનો રજૂ કરશે. જો કે આ અંગેનો નિર્ણય GST કાઉન્સિલે લેવાનો છે, પરંતુ એવું માનવામાં આવે છે કે વધતી જતી મોંઘવારીને જોતા ટેક્સ સ્લેબમાં ફેરફાર કરવાનો પ્રસ્તાવ હાલ પૂરતો પડતો મુકવામાં આવે તેવી સંભાવના છે. GST કાઉન્સિલે ગયા વર્ષે GST દરોને તર્કસંગત બનાવવા અંગે સૂચનો આપવા કર્ણાટકના મુખ્ય પ્રધાન બસવરાજ બોમ્મઇની અધ્યક્ષતામાં રાજ્યોના મંત્રીઓના સાત સભ્યોના જૂથની રચના કરી હતી.
ઓનલાઈન ગેમિંગ પર 28% GST!
ઓનલાઈન ગેમિંગ, કેસિનો અને રેસકોર્સ પર 28 ટકા GST લાદવાની તૈયારી છે. રાજ્યના નાણામંત્રીઓના જૂથે ઑનલાઇન ગેમિંગ, કેસિનો અને રેસ કોર્સ પર 28 ટકા GSTની ભલામણ કરવા માટે પોતાની સહમતિ આપી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ એજન્ડા GST કાઉન્સિલની 47મી બેઠકની સામે રજૂ કરવામાં આવી શકે છે. ઉલ્લેખનીય છે કે હાલમાં સટ્ટેબાજી વિનાની ગેમિંગ પર 18 ટકા GST વસૂલવાની જોગવાઈ છે. પરંતુ સટ્ટાબાજીના ઓનલાઈન નફા પર 28 ટકા GST વસૂલવામાં આવે છે. ઓનલાઈન ગેમિંગ પ્લેટફોર્મ દ્વારા દરેક ગેમ પર વસૂલવામાં આવતા કમિશન પર 18 ટકા વસૂલવાની જોગવાઈ છે. હોર્સ રેસિંગ પર કુલ સટ્ટાબાજીના મૂલ્યના 28 ટકા GST લાગે છે. પરંતુ હવે તમામ પ્રકારના ગેમિંગ પર 28 ટકા GST વસૂલવાનો પ્રસ્તાવ છે.
ક્રિપ્ટોકરન્સી પર GST શક્ય છે
ક્રિપ્ટોકરન્સીને GST (ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ)ના દાયરામાં લાવવાની તૈયારીઓ ચાલી રહી છે. એવું માનવામાં આવે છે કે ક્રિપ્ટોકરન્સી અને સંબંધિત સેવાઓ પર 28 ટકા GST લાદવામાં આવી શકે છે. હાલમાં ક્રિપ્ટો એક્સચેન્જોએ તેમની સેવાઓ પૂરી પાડવા માટે 18 ટકા GST ચૂકવવો પડે છે