RBI on Mastercard Asia: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઈ) એ માસ્ટરકાર્ડ પર લાદવામાં આવેલા તમામ નિયંત્રણો દૂર કર્યા છે. આરબીઆઈએ જણાવ્યું છે કે માસ્ટરકાર્ડ એશિયા/પેસિફિક પ્રાઈવેટ લિમિટેડ દ્વારા પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્ટોરેજના સંતોષકારક પાલનને ધ્યાનમાં રાખીને 14 જુલાઈ, 2021ના રોજ નવા ગ્રાહકો ઉમેરવા પર માસ્ટરકાર્ડ પર લાદવામાં આવેલા પ્રતિબંધને પાછો ખેંચી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.






વાસ્તવમાં ભારતીય રિઝર્વ બેન્કે  MasterCard Asia/Pacific Pte Ltd (MasterCard) સામે કાર્યવાહી કરતા 22 જુલાઈ, 2021થી માસ્ટરકાર્ડને તેના કાર્ડ નેટવર્કમાં નવા સ્થાનિક ગ્રાહકો ઉમેરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આરબીઆઈએ પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્થાનિક સ્ટોરેજના નિયમોનું પાલન ન કરવા બદલ આ કાર્યવાહી કરી હતી. આરબીઆઈએ ત્યારે કહ્યું હતું કે પૂરતો સમય અને પૂરતી તક આપવા છતાં માસ્ટરકાર્ડે પેમેન્ટ સિસ્ટમ ડેટાના સ્થાનિક સ્ટોરેજ પર જાહેર કરાયેલી માર્ગદર્શિકાનું સંપૂર્ણ પાલન કર્યું નથી. જો કે, આરબીઆઈએ ત્યારે સ્પષ્ટતા કરી હતી કે તેના નિર્ણયથી માસ્ટરકાર્ડના વર્તમાન ગ્રાહકોને કોઈ અસર થશે નહીં. ઉલ્લેખનીય છે કે માસ્ટરકાર્ડને PSS એક્ટ હેઠળ દેશમાં કાર્ડ નેટવર્ક ઓપરેટ કરવા માટે પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર તરીકે મંજૂરી આપવામાં આવી છે.


 


રસ્તા પર ખોટી રીતે ઉભી રાખેલી ગાડીનો ફોટો મોકલનારને મળશે રુ. 500નું ઈનામઃ નિતિન ગડકરી


RAJKOT : ડોક્ટર દંપત્તિને મારી નાખવાની ધમકી આપી 80 લાખની ખંડણી માંગનાર 5 આરોપીઓની ધરપકડ


કામની ટિપ્સઃ વૉટ્સએપ પરથી ડિલીટ થયેલા મેસેજ પણ તમે આસાનીથી વાંચી શકો છો, ફોલો કરો આ સ્ટેપ્સ


Gujarat Election 2022 : ગુજરાતમાં ભાજપને 70થી વધુ બેઠકો નહીં આવેઃ જગદીશ ઠાકોરનો મોટો દાવો