Nirmala Sitharaman on GST Rate Hike: નાણા પ્રધાન નિર્મલા સીતારમણે હોસ્પિટલના બેડ પર GST લાદવાના નિર્ણય અંગે રાજ્યસભામાં સ્પષ્ટતા આપી છે. નાણામંત્રીએ કહ્યું કે હોસ્પિટલના બેડ કે ICU પર કોઈ ટેક્સ લાદવામાં આવ્યો નથી. તેના બદલે, ફક્ત આવા હોસ્પિટલ રૂમ કે જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિદિન છે, તેના પર જ GST વસૂલવામાં આવ્યો છે. નાણામંત્રીએ રાજ્યસભામાં મોંઘવારી પરની ચર્ચાનો જવાબ આપતાં આ વાત કહી છે.


હોસ્પિટલોમાં સારવાર હવે મોંઘી થઈ ગઈ છે. હકીકતમાં, GST કાઉન્સિલની 28 થી 29 જૂન સુધીની 47મી બેઠકમાં, નોન-ICU રૂમ પર 5% GST વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો જેનું ભાડું 5,000 રૂપિયા પ્રતિ દિવસથી વધુ છે. જે 18 જુલાઈ, 2022થી અમલમાં આવી છે. જો કે GST કાઉન્સિલના આ નિર્ણયની પણ આકરી ટીકા થઈ રહી છે. જે બાદ નાણામંત્રીએ સ્પષ્ટતા રજૂ કરી છે.


સારવાર મોંઘી થશે


હેલ્થકેર ઈન્ડસ્ટ્રીથી લઈને હોસ્પિટલ એસોસિએશન અને અન્ય હિતધારકો દ્વારા સરકાર પાસે આ નિર્ણય પાછો ખેંચવાની સતત માંગ કરવામાં આવી રહી છે. તેમનું કહેવું છે કે હોસ્પિટલોના બેડ પર GST લાદવાના નિર્ણયને કારણે લોકોને સારવાર લેવી મોંઘી થઈ જશે. આ સાથે, હેલ્થકેર ઇન્ડસ્ટ્રીની સામે કમ્પ્લાયન્સ સંબંધિત મુદ્દાઓ ઊભા થશે કારણ કે અત્યાર સુધી હેલ્થકેર ઉદ્યોગને GSTમાંથી મુક્તિ આપવામાં આવી હતી.


GST ની અસર


ધારો કે હોસ્પિટલના બેડનું એક દિવસનું ભાડું 5,000 રૂપિયા છે, તો 250 રૂપિયા GST તરીકે ચૂકવવા પડશે. જો દર્દીને બે દિવસ હોસ્પિટલમાં રહેવું પડે તો રૂમનું ભાડું 10,000 રૂપિયા અને GST સાથે 10,500 રૂપિયા હશે. દર્દીને જેટલો લાંબો સમય હોસ્પિટલમાં રહેવું પડશે, તેટલી મોંઘી સારવાર થશે.


આ પણ વાંચોઃ


Edible Oil Price: ખાદ્યતેલના ભાવમાં થયો ઘટાડો, સોયાબીન-સરસવના ભાવ પણ ઘટ્યા?