GST કાઉન્સિલે જૂની કાર પર 18 ટકા GST લગાવ્યો હતો. ત્યારથી તે મીડિયામાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું છે. જૂની કાર પર જીએસટીને લઈને પણ સોશિયલ મીડિયા પર વિવિધ પ્રકારની વાતો ચાલી રહી છે. મોટાભાગના લોકો કાર પર જીએસટીની આ જાહેરાત સમજી શક્યા નથી. પીઆઈબીએ આ જૂની કાર પર જીએસટીનો ખુલાસો કર્યો છે. કાર પર કેટલો GST લાદવામાં આવ્યો છે, તેની કોને અસર થશે, તમારે કાર વેચવા પર GST ભરવો પડશે કે પછી તમે કારને ખોટમાં વેચો તો પણ ટેક્સ ભરવો પડશે?... જો આ બધા સવાલો ઉઠી રહ્યા છે. તો જાણો તમામ સવાલોના જવાબ.
સરકારે જૂની કાર અંગે શું જાહેરાત કરી?
GST કાઉન્સિલની બેઠક બાદ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કહ્યું હતું કે જૂની કાર (1200 cc અથવા તેનાથી વધુ ક્ષમતા હોય તેવી, 4000 mm અથવા વધુ લંબાઈવાળા પેટ્રોલ અને ડીઝલ વાહનો, 1500 cc અથવા તેનાથી વધુ એન્જિન ક્ષમતાવાળા વાહનો) પર GSTને 12 થી વધારીને 18 ટકા કરી દેવામાં આવ્યા છે. આમાં ઈવી અને અન્ય વાહનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પરંતુ આ GST રજિસ્ટર્ડ યુઝ્ડ કારનો બિઝનેસ કરનારાઓને જ લાગુ પડશે. મતલબ કે આ નિયમ પોતાની કાર વેચતા સામાન્ય માણસ પર લાગુ નહીં થાય.
હવે સવાલ ઉઠે છે કે શું નિગેટિવમાં પણ કાર વેચવા પર GST લાગુ થશે?
આ સવાલને સ્પષ્ટ કરતા કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ યુઝ્ડ કારનો બિઝનેસ કરે છે (જે GST રજિસ્ટર્ડ છે) તેને વેચે છે અને તેને નુકસાન થાય છે એટલે કે તે નુકસાનમાં કાર વેચે છે, તો તેણે GST ચૂકવવો પડશે નહીં. ફક્ત માર્જિન પર GST ચૂકવવો પડશે.
હેલ્થ અને લાઇફ ઇન્શ્યોરન્સ પર નહી ઘટે જીએસટી
ઉદાહરણ- જો કોઈ વ્યક્તિએ 5 લાખ રૂપિયામાં કાર ખરીદી અને તેને સારી રીતે રિપેર કર્યા બાદ તેને 6 લાખ રૂપિયામાં ગ્રાહકને વેચી દીધી તો તેનો નફો 1 લાખ રૂપિયા થશે. આવી સ્થિતિમાં 1 લાખ રૂપિયા પર 18 ટકા GST ચૂકવવો પડશે, સંપૂર્ણ 6 લાખ રૂપિયા પર નહીં. જ્યારે તે 5 લાખ રૂપિયાની કાર 4.50 લાખ રૂપિયામાં વેચે છે તો કોઈ GST ચૂકવવો પડશે નહીં.
આ GST કોના પર લાદવામાં આવશે?
સરકારે આ અંગે સ્પષ્ટતા કરતા કહ્યું કે આ GST દર ફક્ત તે લોકો પર જ લાગુ કરવામાં આવશે જેઓ યુઝડ્સ કાર ખરીદવા અને વેચવાનો વ્યવસાય કરે છે. શરત એ છે કે તેઓ GST રજિસ્ટર્ડ હોવા જોઈએ. જેમ કે- યુઝ્ડ વ્હીકલ વેચતી કંપનીઓ સ્પિની, કાર દેખો, કાર24, ઓલેક્સ વગેરે છે.
સામાન્ય માણસ પર તેની કોઈ અસર થશે?
જો કોઈ સામાન્ય નાગરિક જૂની કાર વેચે છે તો તેના પર કોઈ GST લાગુ થશે નહીં. ફક્ત બિઝનેસ માટે કાર વેચનારા જીએસટી રજિસ્ટર્ડ વ્યક્તિ પર જ 18 ટકા જીએસટી લાગુ થશે.
Defence Stocks For 2025: નવા વર્ષમાં આ શેર રોકાણકારોને કરી દેશે માલામાલ, જાણો શેર્સના નામ