અમદાવાદઃ ગુજરાત ગેસ કંપનીએ CNG અને PNG ગેસના ભાવમાં વધારો કર્યો છે. CNGમાં પ્રતિ કીલો 3 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. તો PNGમાં પ્રતિ કીલો 4 રૂપિયાનો વધારો ઝીંકાયો છે. CNGનો નવો ભાવ 70.53 રૂપિયા પ્રતિ કિલો થયો છે, જ્યારે PNGનો નવો ભાવ 39.05 રૂપિયા પ્રતિ કીલો થઈ ગયો છે. 


Tax on Petroleum Products: વર્તમાન નાણાકીય વર્ષ (2021-22) ના પ્રથમ નવ મહિનામાં (એપ્રિલ-ડિસેમ્બર), પેટ્રોલિયમ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યુટી અને એક્સાઇઝ ડ્યુટીના રૂપમાં કેન્દ્ર સરકારની પરોક્ષ કર આવક લગભગ 24 ટકા વધીને રૂ. 3,31,621.07 કરોડ સુધી પહોંચી ગઈ છે. નીમચના માહિતી અધિકાર (RTI) કાર્યકર્તા ચંદ્રશેખર ગૌરે જણાવ્યું કે કેન્દ્રના બે વિભાગોએ તેમને માહિતી અધિકાર કાયદા હેઠળ દાખલ કરેલી અરજી પર આ માહિતી આપી છે.


પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આજે સતત બે દિવસથી વધારો થયો છે


નોંધનીય છે કે આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે, જ્યારે સ્થાનિક એલપીજીની કિંમતમાં પ્રતિ સિલિન્ડર 50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. આજે પણ દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 80-80 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે.


આયાત જકાત અને આબકારી જકાતમાંથી કમાણી


ગૌરે આરટીઆઈ કાયદા હેઠળ પ્રાપ્ત વિગતોને ટાંકીને જણાવ્યું હતું કે એપ્રિલ અને ડિસેમ્બર 2021 વચ્ચે ભારતમાં પેટ્રોલિયમ ઉત્પાદનોની આયાત પર રૂ. 37,653.14 કરોડની કસ્ટમ ડ્યુટી વસૂલવામાં આવી હતી, જ્યારે દેશમાં આ પદાર્થોના ઉત્પાદન પર કેન્દ્રીય આબકારી જકાત વસૂલવામાં આવી હતી જેના કારણે સરકારની તિજોરીમાં 2,93,967.93 કરોડ રૂપિયા જમા થયા હતા.


RTI હેઠળ મળેલી માહિતી


આરટીઆઈ એક્ટમાંથી મળેલી માહિતી અનુસાર, કોવિડ-19ના ગંભીર પ્રકોપ સાથે ગત નાણાકીય વર્ષ 2020-21માં એપ્રિલથી ડિસેમ્બર વચ્ચે પેટ્રોલિયમ ઉત્પાદનો પર કસ્ટમ ડ્યૂટી અને સેન્ટ્રલ એક્સાઈઝ ડ્યૂટીની વસૂલાત અનુક્રમે 25,025.33 કરોડ રૂપિયા અને 2,42,089.89 કરોડ રૂપિયા હતી. એટલે કે, બંને ટેક્સના હેડમાં સરકારે ગયા નાણાકીય વર્ષમાં આ ઉત્પાદનો પર કુલ રૂ. 2,67,115.22 કરોડની આવક મેળવી હતી.