નવી દિલ્હીઃ અમેરિકન ઇલેક્ટ્રિક કાર નિર્માતા કંપની ટેસ્લાએ તાજેતરમાં જ બેગ્લુંરુમાં ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમીટેડ નામથી એક સબ્સિડરી કંપનીનુ રજિસ્ટ્રેશન કરીને ભારતમાં એન્ટ્રી કન્ફોર્મ કરી હતી. ET Auto ના રિપોર્ટ પ્રમાણે હવે ગુજરાતે આને ઇલેક્ટ્રિક કાર નિર્માતાને રાજ્યમાં બેઝ સેટઅપ કરવા માટે ઇન્વાઇટ કરવા એક મજબૂત પિચ તૈયાર કરી છે.


ટેસ્લા દેશમાં પોતાના ઓપરેશન્સ સેટઅપ માટે ગુજરાત સહિત પાંચ ભારતીય રાજ્યોની વાત કરી રહી છે. કર્ણાટકા સરકારે કથિત રીતે બેગ્લુંરુના બહારના વિસ્તારમાં તુમકુરમાં ટેસ્લાને જગ્યા આપવાની રજૂઆત કરી છે.

ઓટોમોબાઇલ નિર્માતા માટે મનપસંદ રહ્યું છે ગુજરાત
ગુજરાત વૈશ્વિક ઓટોમોબાઇલ નિર્માતાઓ માટે એક સારી જગ્યા તરીકે બહાર આવ્યુ છે. ખાસ કરીને ઇલેક્ટ્રિક કારો માટે તેના આધારે રાજ્યમાં ટેસ્લાને બેઝ સેટએપને લઇને તૈયારીઓ કરવામાં આવી રહી છે.

રિપોર્ટ પ્રમાણે કંપનીને આ વર્ષ જૂન સુધી ઓપરેશન્સ શરૂ થવાની આશા છે, અને પહેલી પ્રૉડક્ટ તરીકે અફોર્ડેબલ મૉડલ 3 અવેલેબલ હોઇ શકે છે. સેડાની નાણાકીય વર્ષ 2021-22ની પહેલી ત્રિમાસિક અંતર્ગત વેચાણ શરૂ થવાની આશા છે. ઇલેક્ટ્રિક કાર માટે પ્રી-બુકિંગ જલ્દી શરૂ થવાની આશા છે. જોકે ટેસ્લાએ હજુ તારીખો અને કિંમતનો ખુલાસો નથી કર્યો.