નવી દિલ્હીઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી સતત આઠમા વર્ષે સૌથી ધનિક ભારતીયોની યાદીમાં ટોચ પર રહ્યા છે. તેમની કુલ સંપત્તિ 3.8 લાખ કરોડ રૂપિયા આંકવામાં આવી છે. આઈઆઈએફએલ વેલ્થ હુરન ઈન્ડિયાના ધનિકોના લિસ્ટ મુજબ, લંડન સ્થિત એસપી હિંદુજા અને તેમનો પરિવાર 1.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લિસ્ટમાં બીજા સ્થાન પર છે. વિપ્રોના અઝીમ પ્રેમજી ધનિક ભારતીયોના લિસ્ટમાં ત્રીજા સ્થાન પર છે. તેમની સંપત્તિ 1.2 લાખ કરોડ રૂપિયા રહી છે.


89,800 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે સાયરલ પૂનાવાલા ચોથા, 87,800 કરોડ રૂપિયાની સંપત્તિ સાથે લક્ષ્મી મિત્તલ પાંચમા, 75,600 કરોડની સંપત્તિ સાથે ઉદય કોટક છઠ્ઠા, 70,600 કરોડની સંપત્તિ સાથે ગૌતમ અદાણી સાતમા, 67,300 કરોડની સંપત્તિ સાથે દિલીપ સંઘવી આઠમા, 67,100 કરોડની સંપત્તિ સાથે સાયરસ પલોનજી મિસ્ત્રી અને શાપોર પલોનજી મિસ્ત્રી નવમા ધનિક ભારતીય છે. ટોપ 10માં એક પણ મહિલાનો સમાવેશ થયો નથી.

આ વખતની યાદીમાં 1000 કરોડ રૂપિયાથી વધારે પ્રોપર્ટીવાળાભારતીયોની સંખ્યા વધીને 953 થઈ છે. 2018માં આ સંખ્યા 831 હતી. ઉપરાંત ડોલરના હિસાબે અબજોપતિની સંખ્યા 141થી ઘટીને 138 થઈ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશના ટોચના 25 ધનિકોની કુલ સંપત્તિનું મૂલ્ય ભારતના જીડીપીના 10 ટકા બરાબર છે. જ્યારે 1000 કરોડ રૂપિયાથી વધારેની સંપત્તિ ધરાવતા 953 ધનવાનોની કુલ સંપત્તિ દેશના જીડીપીના 27 ટકા બરાબર છે.
આ વર્ષે સરકાર મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે કે નહીં? મંત્રી રાદડિયાએ શું કહ્યું? જુઓ વીડિયો