Corona news update: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,150 કેસ નોંધાયા, તો 8 લોકોનાં મોત
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે
રાજકોટ ભાજપના નેતા કશ્યપ શુક્લ કોરોનાથી સંક્રમિત થયા છે. ઉત્તરપ્રદેશની ચૂંટણીની પ્રચારમાં પણ કશ્યપ શુક્લ સંક્રમિત થયા હતા. .તેઓ બીજી વખત સંક્રમિત થયા છે. ..
વડોદરામાં કોરોના કેસ વધતાં ટેસ્ટિંગ પણ વધ્યું, ગોત્રી હોસ્પિટલમાં RTPCR ટેસ્ટના 1500 રિપોર્ટ પેન્ડિંગ , રોજ 500 સેમ્પલ ચકાસવા માત્ર 5 ટેકનીશિયન અને 3 ઓપરેટરનો સ્ટાફ હાજર છે. ભરતી કરેલો સ્ટાફ હાજર ન થતાં 8 લોકોને 16 કલાક કામ કરવું પડે છે.
સ્ટાફ ઓછો હોવાથી RTPCR ટેસ્ટના રિપોર્ટમાં વિંલંબ થઈ રહ્યો છે.
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર માં પોષી પૂર્ણિમાએ ભક્તોએ બંધ દરવાજે ડાકોર ના ઠાકોરના દર્શન કર્યાં. કોરોનાની મહામારી ને લઈને મંદિર પ્રશાસન દ્વારા પોષી પૂર્ણિમા પૂરતું એક દિવસ મંદિર બંધ રાખવા નિર્ણય લીધો છે. આવતી કાલથી રાબેતા મુજબ ભક્તો કરી દર્શન
અમદાવાદમાં કેમ્પ હનુમાન મંદિર 31 જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. આજથી 31 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે પ્રવેશ બંધ રહેશે. કોરોનાની સ્થિતિને ધ્યાને લઈ મંદિર ટ્રસ્ટ દ્વારા નિર્ણય લેવાયો છે.
સુરત કોરોના કહેર યથાવત છે. સુરત મનપા હેલ્થકેર 173 વર્કર કોરોના પોઝિટિવ છે. તો હાલ 300 કરતા વધુ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 22 દર્દી વેન્ટિલેટર અને 81 દર્દી ઓક્સિજ પર છે. સતત ઓક્સિજન પર પણ દર્દીઓ વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાક માં 9 શાળા 59 વિધાર્થી સંક્રમિત થયા છે.
સુરતના અઠવા વિસ્તારમાં કોરોના કહેર યથાવત છે. એકબાદ એક સોસાયટી ક્લસ્ટર જાહેર કરાઇ રહી છે. ગાર્ડન પેલેસ,ગ્રીન ગાર્ડન,નેમિનાથ એપારમેન્ટ, દિવ્યપથ એપારમેન્ટ અને સુરત ના સિટીલાઈટ વિસ્તારમાં આંખે આખી સોસાયટી અને એપારમેન્ટ સમૂહ કોરોનાટાઇન છે.
સિદ્ધપુર એસટી ડેપોની મોટી ભૂલ, કોરોનાં પોઝિટિવ ડ્રાઇવરને બોલાવ્યો ડ્યૂટી પર, બસ લઈને સિધ્ધપુરથી રાજસ્થાન જોધપુર પહોંચ્યા
કેશાજી ઠાકોર નામનાં એસટી ડ્રાઈવર કોરોના પોઝિટિવ હોવા છતાં પણ વર્ધિ અપતાં આ મુદ્દે ચકચાર મચી ગઇ છે. કોરોના પોઝિટિવ ડ્રાઇવર એસટી બસ લઈને સિધ્ધપુરથી રાજસ્થાન જોધપુર પહોંચ્યા હતા. ડ્રાઇવરે કહ્યું હું કોરોના પોઝિટિવ છું છતાં પણ એસટી ડેપો ના સંચાલકો દ્વારા મને ડ્યૂટી પર આવવા ફરજ પડાઇ છે. એસટી ડેપોના મેનેજર તેમજ મણિલાલ નામનાં સંચાલકના આ કૃત્ય સામે સવાલ ઉઠી રહ્યાં છે
બ્રેકગ્રાઉન્ડ
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં એક્ટિવ કેસ 63,610 કેસ છે. જે પૈકી 83 વેન્ટીલેટર પર છે, જ્યારે 63,527 નાગરિકો સ્ટેબલ છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -