દેશભરમાં આજથી 14,18 અને 22 કેરેટના ઘરેણા પર બીઆઈએસ હોલમાર્કિંગ ફરજીયાત કરવામાં આવ્યું છે. તબક્કાવાર રીતે 256 જિલ્લાઓમાં તેનો અમલ કરાશે. ગ્રાહકોની બાબતના વિભાગના મંત્રી પીયુષ ગોયલ અને જ્વેલર્સ વચ્ચે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઓગસ્ટ 2021 સુધી હાલના તબક્કે કોઈ પેનલ્ટી વસુલ કરાશે નહી.


ઉદ્યોગએ રજુ કરેલી ચિંતા અંગે સરકારે સહાનુભૂતિપૂર્વક વિચારણા કરી છે અને તેનો ઉકેલ આવી જશે. વાર્ષિક 40 લાખ સુધીનું ટર્નઓવર ધરાવનારને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાઈ છે. 256 જિલ્લામાં જ્વેલર્સ 14, 18 અને 22 કેરેટના સોનાના ધરેણાનું વેચાણ કરી શકશે. જો કે ઘડિયાળ, ફાઉંટેન પેન અને વિશેષ પ્રકારની જ્વેલરીને હોલમાર્કિંગમાંથી મુક્તિ અપાઈ છે.


અમદાવાદ જ્વેલર્સ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે સરકારે કાયદામાં રહેલી પળોજણ સુધઆરવા માટે દેશભરમાંથી વિવિધ એસોસિએશનના પ્રમુખની ટીમ બનાવી છે. જે છેલ્લા 15 દિવસથી આખરી ઓપ આપવા માટેના પ્રયત્નો કરી રહ્યાં છે.






હોલમાર્કિંગનો નિયમ લાગૂ થયા બાદ ફક્ત 22 કરેટ, 18 કેરેટ, 14 કેરેટની જ્વેલરી વેચાશે. હોલમાર્કિંગમાં બીઆઈએસની મહોર, કેરેટની જાણકારી હશે. જ્વેલરી બનવાની તારીખ, જ્વેલરનું નામ પણ હશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમને ઈન્ટરનેશનલ માપદંડો સાથે જોડવામાં આવ્યું છે.


હોલમાર્કિંગમાં બીઆઈએસની સીલની માહિતી હશે. કેરેટના ઝવેરાત બનવાનું વર્ષ, ઝવેરીનું નામ પણ નોંધવામાં આવશે. બીઆઈએસ હોલમાર્કિંગ સિસ્ટમ આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે જોડાયેલી છે. હોલમાર્કિંગથી સોનાના બજારમાં પારદર્શિતા પણ વધશે.


આ નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત રહેશે. ગ્રાહકને ઠગી નહીં શકાય. સોનાની શુદ્ધતા પર થર્ડ પાર્ટીની ગેરન્ટી હશે.


હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઈંગ ગ્લાસ વડે જોઈશું તો ઘરેણા પર 5 માર્ક જોવા મળશે. તેમાં BIS લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતો નંબર જેમ કે 22k અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઈડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.


ઘરમાં રહેલા સોનાનું શું?


ગોલ્ડ હોલમાર્કિંગની ઘરમાં રહેલા સોના પર કોઈ અસર નહીં પડે. ગ્રાહક ઈચ્છે ત્યારે જૂના ઘરેણા વેચી શકશે. હોલમાર્કિંગ એ સોનીકામ કરનારાઓ માટેનો જરૂરી નિયમ છે. તેઓ હોલમાર્ક વગરનું સોનું નહીં વેચી શકે.