Hardeep Singh Puri On Petrol Diesel Rate: મોંઘવારીને લઈને મોદી સરકાર મોટી રાહત આપી શકે છે. ખુદ મોદી સરકારના દિગ્ગજ મંત્રીએ જ આ બાબતના સંકેત આપ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ પેટ્રોલ અને ડીઝલના ભાવને લઈને મોટું નિવેદન આપ્યું છે. 


એબીપી ન્યૂઝ સાથેની ખાસ વાતચીત દરમિયાન હરદીપ સિંહ પુરીએ મંગળવારે (20 જૂન) કહ્યું કે પેટ્રોલ-ડીઝલ ટૂંક સમયમાં સસ્તું થઈ શકે છે. તેમણે એવો પણ દાવો કર્યો છે કે એપ્રિલ 2022થી પેટ્રોલના ભાવમાં વધારો થયો નથી. જેનો શ્રેય તેમણે વડાપ્રધાન મોદીને આપ્યો હતો.


પેટ્રોલિયમ મંત્રીએ કહ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં પેટ્રોલના ભાવમાં વધારો થયો નથી. તેનો સંપૂર્ણ શ્રેય પીએમ મોદીને જાય છે. કારણ કે તેમણે નવેમ્બર 2021 અને મે 2022માં બે વખત સેન્ટ્રલ એક્સાઈઝ ઘટાડવાનો નિર્ણય લીધો હતો. જેના કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં અનુક્રમે 6 રૂપિયા અને 13 રૂપિયાનો ઘટાડો થયો છે.


હરદીપ સિંહ પુરીએ બીજું શું કહ્યું?


હરદીપ સિંહ પુરીએ કહ્યું કે જો આખી દુનિયામાં સ્થિતિ એવી જ રહેશે તો તેલના ભાવ વધુ ઘટશે. પીએમ મોદી ચોક્કસપણે જનતાના હિતમાં નિર્ણય લેશે. તેમણે કહ્યું હતું કે, પહેલા ઓઈલ માર્કેટિંગ કંપનીઓને નુકસાન થતું હતું, પરંતુ હવે એવું નથી. જો આપણે તેલ ઉત્પાદક દેશો સિવાય સમગ્ર વિશ્વમાં પેટ્રોલ અને ડીઝલના ભાવો પર નજર કરીએ તો તે ભારતમાં સૌથી નીચા છે.


જાણો શું છે કાચા તેલના ભાવ? 


ઉલ્લેખનીય છે કે, છેલ્લે મે 2022માં પેટ્રોલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો. ત્યારથી લઈને અત્યાર સુધી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં કોઈ ફેરફાર થયો નથી. ક્રૂડ ઓઈલની કિંમતોની વાત કરીએ તો જૂન 2022માં પ્રતિ બેરલ 116.01 ડોલર હતી. જ્યારે જૂન 2023માં તે ઘટીને $74.6 પ્રતિ બેરલ પર આવી ગયો છે.


LPG સિલિન્ડર પર લખેલા ખાસ નંબર્સનો મતલબ તમને ખબર છે ? જાણો


એલપીજી દરેક ઘરની જરૂરિયાત બની ગઈ છે, મોટાભાગના ઘરોમાં રસોઈ બનાવવા માટે એલપીજી સિલિન્ડરનો ઉપયોગ થાય છે. સિલિન્ડર લેતી વખતે તમારે ખૂબ કાળજી રાખવાની જરૂર છે. મોટાભાગના લોકો એલપીજી સિલિન્ડર તેના વજન અને લીકેજની તપાસ કર્યા પછી જ લે છે, પરંતુ એક ખાસ પ્રકારનો કોડ પણ ચેક કરવો જોઈએ.


 


આ કોડનો અર્થ શું છે


ગેસ સિલિન્ડરની ઉપર એક ખાસ કોડ લખવામાં આવે છે. આ કોડ અક્ષરો અને સંખ્યાઓના સ્વરૂપમાં દાખલ કરવામાં આવ્યો છે. આ કોડ સિલિન્ડરની એક્સપાયરી ડેટ વિશે જણાવે છે. સિલિન્ડર પર લખેલા A, B, C અને Dનો અર્થ વર્ષના 12 મહિના છે, જ્યારે નંબર જણાવે છે કે આ સિલિન્ડર કેટલો સમય માન્ય છે.


ત્રિમાસિક ધોરણે કરવામાં આવે છે વિશ્લેષણ


વર્ષના 12 મહિનાને ચાર ભાગમાં વહેંચવામાં આવ્યા છે. A એટલે જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ. જ્યારે B એટલે એપ્રિલ, મે અને જૂન. C એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર. ઉપરાંત, ડી એટલે ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર.


ઉદાહરણથી સમજો, જો ધારો કે સિલિન્ડરમાં A 22 લખેલું છે, તો તેનો અર્થ એ છે કે આ સિલિન્ડર જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા માર્ચમાં સમાપ્ત થઈ રહ્યું છે અને 22 એટલે વર્ષ 2022માં સમાપ્ત થઈ રહ્યું છે. બીજી તરફ, જો B 23 લખેલું હોય, તો તેનો અર્થ એ થાય કે તમારું સિલિન્ડર એપ્રિલ, મે અને જૂનમાં એક્સપાયર થઈ રહ્યું છે અને 23 એટલે કે 2023માં એક્સપાયર થઈ રહ્યું છે.