How To Download Masked Aadhaar Card : OYO હોટેલ અથવા કોઈપણ હોટેલમાં ચેક ઇન કરતી વખતે ગ્રાહક પાસેથી ID માંગવામાં આવે છે. જવાબમાં મોટાભાગના ગ્રાહકો રિસેપ્શન પર તેમના આધાર કાર્ડને આપે છે. હોટલ આ આધાર કાર્ડની ઝેરોક્ષ કોપી લઈને પોતાની પાસે રાખે છે. શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ આધાર કાર્ડની ફોટોકોપીનો પણ દુરુપયોગ થઈ શકે છે ? હા, આ કોઈપણ હોટલમાં શક્ય છે. માત્ર હોટલ જ નહીં આપણે અન્ય ઘણી જગ્યાએ આઈડી તરીકે આધાર કાર્ડની ફોટોકોપી પણ આપીએ છીએ. આનાથી ભવિષ્યમાં છેતરપિંડી પણ થઈ શકે છે. તેનાથી બચવા માટે તમે માસ્ક્ડ કરેલા આધાર કાર્ડનો ઉપયોગ કરી શકો છો. ચાલો જાણીએ કે તે શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.


માસ્ક્ડ આધાર કાર્ડ 


માસ્ક્ડ કરેલા આધાર કાર્ડમાં આધાર નંબરના પહેલા 8 અંક છુપાયેલા હોય છે. માત્ર છેલ્લા 4 અંકો જ દેખાય છે. આ તમારી ગોપનીયતા અને સુરક્ષાને વધારે છે. આ આધાર કાર્ડનું વર્ઝન છે. તમે તેનો ઉપયોગ આધાર કાર્ડની જેમ કરી શકો છો. તમને જણાવી કે તેને કેવી રીતે ડાઉનલોડ કરવું 


આ રીતે માસ્ક્ડ કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ કરો



  • Masked Aadhaar Card  માટે સૌથી પહેલા Uidai ની વેબસાઈટ https://uidai.gov.in/ પર આવો

  • હવે તમારે વેબસાઈટ પર ‘My Aadhaar’ ના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે.

  • હવે તમારે આધાર નંબર નાખીને કેપ્ચા ભરવાનો રહેશે. હવે તમારા નંબર પર OTP મોકલવામાં આવશે.

  • તમારે OTP ભરીને વેરિફિકેશન પ્રક્રિયા પૂર્ણ કરવી પડશે.

  • વેરિફિકેશન પૂર્ણ થયા બાદ તમને ડાઉનલોડ વિકલ્પ મળશે. તમે તેના પર ક્લિક કરો.

  • હવે તમને એક ચેકબોક્સ મળશે, જેમાં તમને પૂછવામાં આવશે કે શું તમારે માસ્ક કરેલ આધાર કાર્ડ જોઈએ છે? આના પર ક્લિક કરો.

  • હવે તમારું માસ્ક કરેલ આધાર કાર્ડ ડાઉનલોડ થશે.  


આધાર અપડેશન: આ અંતર્ગત લોકો નામ, ઇમેલ આઈડી, મોબાઇલ નંબર, સરનામું, જન્મ તારીખ, બાયોમેટ્રિક અપડેટ, ફોટો, 10 આંગળીઓના નિશાન અને આઈરિસ અપડેટ કરાવી શકે છે. 


ઇન્ડિયા પોસ્ટ અનુસાર, લોકોને આધાર સંબંધિત સેવાઓ આપવા માટે સમગ્ર ભારતમાં 13,352 આધાર નોંધણી સહ અપડેશન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે. તમે ઇન્ડિયા પોસ્ટની વેબસાઇટ https://www.indiapost.gov.in/ પર જઈને ચેક કરી શકો છો કે આ સુવિધા કઈ કઈ પોસ્ટ ઓફિસોમાં ઉપલબ્ધ છે.