રોશની નડાર મલ્હોત્રા HCL કોર્પોરેશનમાં એગ્ઝીક્યુટિવ ડાયરેક્ટર અને સીઈઓના પદ પર છે. તેની સાથે જ તે HCL ટેક્નોલોજીના બોર્ડના વાઈસ ચેરપર્સન અને શિવ નડાર ફાઉન્ડેશનના ટ્રસ્ટી પણ રહી ચૂક્યા છે. 38 વર્ષીય રોશની નડાર મલ્હોત્રા, એચસીએલના સંસ્થાપક અને ચેરપર્સન શિવ નડારના પુત્રી છે. આ વર્ષે જુલાઈ મહિનામાં આઈટીની ટોચની કંપની HCLએ જાહેરાત કરી હતી કે, તેમના ચેરમેન શિવ નડાર પદ છોડવા માંગે છે જેના બાદ તેમણે પોતાની પુત્રી રોશની નડારને પોતાનું સામ્રાજ્ય સોંપી દીધું હતું.
28 વર્ષની ઉંમરમાં કંપનીની સીઈઓ બનનારી રોશની નડાર મલ્હોત્રાનો જન્મ દિલ્હીમાં થયો હતો. તેમણે અમેરિકાની નોર્થ વેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું અને આ જ યુનવર્સિટીના કેલ્લોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું હતું. રોશનીએ 2009માં એચસીએલ કોર્પમાં જોડાતા પહેલા સ્કાઈ ન્યૂઝ યુકે અને સીએનએન અમેરિકા સાથે ન્યૂઝ પ્રોડ્યુસર તરીકે કામ કર્યું હતું. 2010માં તેમણે એચસીએલ હેલ્થકેરના વાઈસ ચેરમેન શિખર મલ્હોત્રા સાથે લગ્ન કર્યા હતા અને તેમના બે પુત્ર છે. રોશની વર્ષ 209માં ફોર્બ્સની 100 “ધ વર્લ્ડ્સ મોસ્ટ પાવરફુલ વુમેન”ની યાદીમાં પણ 54માં ક્રમે હતી.